________________ પુણ્યપ્રવાસ 147 ગુલામ બન્યાં હશે ! કેટકેટલાં ભૂખે મર્યો હશે, બળાત્કારને આધીન થયાં હશે! એક યુદ્ધ એટલે શું? કાલે એ પ્રજા મારી પ્રજા પર તક મળે તે શા શા જુલમ નહિ ગુજારે !" હા, બેટા, વસુમતી !" અચાનક મૃગાવતીની ચીસ સંભળાઈ. રાણ દીનહીન દાસીને વળગી પડ્યાં હતાં ને ધ્રુસકે ને ધ્રુસકે રોતાં હતાં. રાજા શતાનિક આશ્ચર્યાન્વિત બની જોઈ રહ્યા. રાણી રડતાં રડતાં કહેતાં હતાં “નાથ, આ તે મારી બેન ધારિણીની પુત્રી ! ચંપાનગરીના રાજા દધિવાહનની પુત્રી ! " પુત્રી વસુમતી !" સત્તાના મદે બડેલાં સ્નેહનાં દ્વાર આપોઆપ ખુલી ગયાં. રાજા શતાનિકની આંખોના ખૂણું ભીના થયા. મારા પાપે આ દશા ! હાય રે રાજ્ય! રે સત્તા! ધિક્કાર છે મારા વિજય ને! વસુમતી, ચાલ, મહેલે ચાલ ! " “મહારાજ, મહેલ અને માળીઆમાં હવે મોહ નથી રહ્યો. નિગ્રંથ પ્રભુએ આજ મારો ઉદ્ધાર કર્યો છે. મારે દબાયેલે આત્મા આજે પોકાર કરે છે, મારા કલ્યાણ માટે, મારા જેવી અનેક દુખિયારી બેનેના આત્મિક ઉદ્ધાર માટે જાણે મને કોઈ આમંત્રી રહ્યું છે. ત્રી પરિગ્રહ નહિ,* પુરુષની મિલક્ત નહિ, એ પણ જીવન-મરણની, સત્કર્મ ને શીલની સ્વાધીન અધિષ્ઠાત્રી ! મારે રાહ હવે જ્યારે છે.” આ બેડી, આ દુઃખદ અવસ્થા મારાથી નથી જોવાતી.” રાણી મૃગાવતી ફરથી રડી પડ્યાં. * પ્રભુ મહાવીરના પહેલાં સ્ત્રી એ પરિગ્રહની વસ્તુ લેખાતી. પ્રભુ મહાવીરે એ ભાવનામાં સહુ પ્રથમ ક્રાન્તિ આણું. એમણે સમાજ અને ધર્મમાં સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું.