________________ 12 મહર્ષિ તારાજ મારે ત્યાં બિચારો ક્યાં તમારાં જેવાં લાડ-પાન પામવાનો છે?” અને આ પછી બન્ને સુંદરીઓ કેટલીએક વાર સુધી તારામૈત્રક રચીને ઊભી રહી. સ્ત્રી અને પુરુષનાં તારામૈત્રક સંસારે જાણ્યાં છે; પણ સ્ત્રી સ્ત્રી વચ્ચેના તારામૈત્રની મિઠાશ હજી કુશળ કવિજનથી પણ અવર્ણવી છે. દિલનું ઔદાર્ય, હૈયાનું અમી, મનની મિઠાશ આ બધાનું એમાં ઘમ્મરવલોણું હતું. સાગરના સાગરનું એમાં મંથન હતું. સૂર્યદેવતા પૃથ્વીના પાટલે પધારી ચૂક્યા હતા, બગીચાનાં કુલ ખીલી ઊઠવ્યાં હતાં, ને ભ્રમરવૃંદ પણ ગુંજારવ કરવા આવી પહોંચ્યો હતો. રાજગૃહીનાં ઊંચાં કેટ-કાંગરા પણ સેનેથી રસાઈ રહ્યાં હતાં. રાજમાર્ગ પર કોલાહલ સંભળાયો. થોડીવારમાં રાજસેવકે જેથી છડી પોકારતા સંભળાયા. રાજહાથી ઉપર મણિમુક્તા જડેલી અંબાડીમાં બેસીને મહારાજા બિંબિસાર ભગવાન બુદ્ધદેવના દર્શને જતા હતા. હાથીઓના ઘંટારવ અને ઘોડાઓના દાબલાએ આ બંને સખીઓને જાગ્રત કરી. વિરૂપા શેઠાણીની રજા લઈ ઉતાવળે પગલે પડખેની શેરીમાં અદશ્ય થઈ