________________ મગધનાં મહારને 125 ગંભીર સ્વર આવ્યો. બધાએ ચમકીને પાછળ જોયું તો સ્વયં મહારાજા અને મહામાત્ય આવી ઊભા હતા. સુલસા સ્વસ્થ થઈ બાજુમાં માથું નમાવી ઊભી રહી. નાગ રથિકે હાથ જોડી નમસ્કાર કર્યા; પણ આ શું? ખુદ મગધરાજે નાગ રથિકના પગનો સ્પર્શ કર્યો. મારા નાથ, મને શરમાવીશ મા !" “ક્ષમા યાચું છું, નાગ દેવ !" “શાની ક્ષમા ?" બત્રીસ લક્ષણા બત્રીસેના સંહારનું નિમિત્ત બન્યો તે માટે કોનો સંહાર, રાજવી ! મગધના સિંહાસન માટે જ તે આ જીવતર છે, રાજન, મારો વંશ ચિરંજીવ બની ગયો.” દેવી સુલસા મને ક્ષમા આપશે કે?” " શા માટે નહિ ? સુલસા આજે વિશ્વમાં અભિમાન લઈ શકે તેવા પુત્રોની માતા સિદ્ધ થઈ છે. જીવન અને મૃત્યુ તે દિવસ રાત જેવાં છે.” નાગરથિકે વચ્ચે કહ્યું. “કેટલું બૈર્ય ! ખરેખર મગધની આવી મહાપ્રજા માટે હું રાજા તરીકે અયોગ્ય છું એવું મને ઘણીવાર લાગી આવે છે.” નિખાલસ સ્વભાવના મગધરાજે નમ્રતાપૂર્વક કહ્યું: જેવા રાજા હોય તેવી પ્રજા થાય. મહારાજ, આજનો ઉત્સવ ફરીથી શરૂ થાય તેવી મારી ઇચ્છા છે. સુલસાના ઘેર શક નથી, પણ ઉછરંગ છે એ વાતની પ્રજાને મારે જાણ કરવી છે.” સુલસાએ નમ્ર મુખે પ્રાર્થના કરી અને એ મહારાજની પાછળ રહેલી શિબિકા તરફ આગળ વધી. દાસીઓ મોતીના હાર, સુંદર ફૂલા ને અક્ષત–કુંકુમના