________________ 126 મહર્ષિ મેતારજ થાળ લઈ આવી. રથમાં રાણું ચલણ હતાં. મગધનાં મહારાણી ! મગધની એક નારી આપનું સ્વાગત કરે છે.” સુલસાએ રાણું ચલ્લણને વધાવ્યાં, હસ્ત રહીને બહાર લાવી. માતા, મગધના શિરછત્રસમા નાગદેવને નમસ્કાર કરે !" મહામાત્ય અભયકુમારે રાણીજીને કહ્યું “પ્રણામ છે, પૂજનીય દેવતા!” દેવી, અખંડ સૌભાગ્ય ભોગવો ને રાજા ચેટકના સંસ્કારબીજ અહીં રાપ !" નાગરથિકે આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદે કેટલાકને ચમકાવ્યા. અરે, આ તે મહારાજ મગધરાજનું અપમાન ! પણ ના, ના, એ વીર યોદ્ધાના શબ્દોમાં એટલી નિખાલસતા ભરી હતી કે સહુને અપમાન કરતાં એમાં શિખામણનો ભાસ થયો. અનેક જાતના વિચિત્ર બનાવોથી મુંઝાઈ રહેલ રાણી ચેલ્લા આ પુરુષ સામે આશ્ચર્ય અને હર્ષથી નિહાળી રહી ! એક જ ક્ષણમાં મગધની અસંસ્કારિતા વિષેની એની કલ્પના સરી ગઈ નવીન વાતાવરણ જાણે જૂનું લાગવા માંડયું. એણે મસ્તક નમાવી આશીર્વાદ ઝીલતાં કહ્યું “ગુરુજીના આશીર્વાદ ફળો ! " પુત્ર મૃત્યુની ઘેરી છાયા ધીરે ધીરે વિલીન થવા લાગી. જ્યાં મરનાર પુત્રોનાં માતા ને પિતા સ્વયં ઉત્સવમાં અગ્રગણ્ય ભાગ લે. ત્યાં બીજા શોક શી રીતે મનાવી શકે?