________________ પ્રેમની વેદી પર [18] આજ્ઞાની જ વાર હતી. રાજસેવકોને બંનેને શોધી કાઢતાં વિલંબ ન થા. મેદનીને એક ખૂણે વિરૂપા ઢગલો થઈને પડી હતી. માતંગે એની આખી બાજી ઊંધી વાળી હતી. વિરૂપાના નેહભર્યા સહચાર પાસે ઠંડા પડેલા માતંગનું દિલ ધનદત્તને મગધનાથનો સત્કાર પામતો જોઈ ફરીથી પ્રજ્વલી ઊઠયું. પત્નીની શિખામણને ભાવિના અનિષ્ઠને ખ્યાલ એ વિસરી ગયો. વિરૂપા, આપણા પુત્રને આપણો શા માટે જાહેર ન કરવો ! મગધમાં સાચાને કણ આંચ પહોંચાડી શકે તેમ છે.” માતંગ બબડવો ને આગળ વધ્યો, પણ વિરૂપાએ એને પકડી લીધો. પણ એને આવેશ વધતો ચાલ્યો. એ ભાન ભૂલ્યા. વિરૂપાને તરછોડી માતંગ આગળ વધી ગયો. વિરૂપા ભાવિ અનર્થની કલ્પનાએ વ્યાકુળ બની ગઈ. જર્જરિત બનેલું એનું હૈયું હિંમત હારી ગયું, એ શધબુધ ગુમાવી રસ્તા પર પડી. રાજસેવકે એને દાસીઓ પાસે ઉપડાવી મહામંત્રી પાસે લઈ આવ્યા, રાજકારની પાસેના ખંડમાં એને સુવાડવામાં આવી.