________________ 314 મહર્ષિ મેતારજ અરે, આ તે નગરશ્રેષ્ટિ મેતારજ ! શું મગધરાજના જમાતા ! મહામુનિ મેતારજ ! ક્ષણભરમાં બધે સંદેશ ફરી વળ્યો, દેવવિમાનપ્રાસાદની સુંદરીઓ દોડી આવી. મગધરાજ આવ્યા. દેવવિમાનપ્રાસાદની સુંદરીઓને આશા હતી કે ક્ષણિક વૈરાગ્યભાવનાને બળે આવી સુંદર સુખદ સૃષ્ટિ તજી જનાર–રાતદહાડો ભોગમાં રચ્યાપચ્યા રહેનાર પ્રીતમ, મહામુનિ અભયના લઘુબંધુ નંદીષેણની જેમ પુનઃ મોહમાયાના પ્રેર્યા પાછા આવશે. આઠે સુંદરીઓ સદાદિત રાહ જોતી બેસી રહેતી થાકેલો. કંટાળેલા પ્રીતમ આજે આવશે કે કાલે ! એ વેળા આઠે માનુનીઓએ સંકેત રચી રાખ્યો હતો કે પ્રીતમને ઠીક ઠીક પજવવો ! પણ દિવસ વીત્યા તો ય પ્રીતમ પાછા ન આવ્યો. ન ખબરઅંતર મળ્યા ! એમના મેંદીરંગ, મંદારમાલાઓ, ગંધ, માલ્યને વિલેપનો એમને એમ નિરર્થક થતાં રહ્યાં. દાસીઓ વધામણીના મોતીસર લેવા રોજ ઉત્સુક રહેતી. . ને વધામણી આવી ત્યારે કેવી? બધી ચોધાર આંસુએ રડવા લાગી. તેમને સાંત્વન આપતાં મગધરાજે કહ્યું: “પુત્રીઓ, વ્યર્થ શેક કરશે મા ! એમના મુખ પરનું અલૌકિક હાસ્ય તો નીરખો ! ઘોડે ચડી તમને વરવા આવ્યો ત્યારે ય આવો ઉમંગ એના મુખે નહોતે. એ તો તરી ગયો.” અને મગધરાજ પિતાની પુત્રી સુવર્ણ પાસે ગયા. માથે હાથ મૂક્યો ને કહ્યું એ કાળના એક સાધુ અને મગધરાજના પુત્ર. દીક્ષા લેવા માટે બધાએ ના પાડી છતાં દીક્ષા લીધી ને પછી એક રૂપવતીમાં મહાયા. આખરે તેઓ સાચા સાધુ થયા.