________________ 22 મહષિ મેતારજ રાજભોજન માટે ફળફૂલ વીણ માતંગ આજે અહીં કેદી બન્યો હતો. રાજબાગના મુખ્યદ્વાર પર આ રાજરમણીઓ સ્નાન કરી પાછી ન ફરે ત્યાં સુધી એને ચેક કરવાની હતી. ગ્રીષ્મની સંધ્યા ખીલી ને કરમાઈ રાજગૃહીના દેવમંદિરમાં આરતી ઉતારવાની તૈયારીઓ થઈ તે ય આ રમણીઓ પોતાની ક્રિીડામાં મશગૂલ હતી. આખરે રાજમહેલની નાબતે ગગડી. નગારે ઘાવ પડ્યો ને રાજાજીને મહેલમાં પધારવાને વખત થયે. રાજરમણુઓને ભાન આવ્યું કે અરે, વેળા વીતી ગઈ. ઉતાવળે ઉતાવળે જેમ આવ્યાં તેમ પટકુળ વીંટીને તે વિદાય થઈ. દરવાજે ચોકી પર ઊભેલે માતંગ આ રૂપરાશીને જતે નિહાળવા જરા ય ન લોભાયો. એ કઈ જોગી જતિની બેપરવાઈથી ખડો હતો. રમણીર્વાદ અદશ્ય થયું કે માતંગ ઘરભણું વળી નીકળ્યો. આજ રાતે એને અગત્યના કામે ગંગાને પેલે પાર રોહિણીઓને દાદાને મળવા જવાનું નિમંત્રણ હતું. ભલા, એ ગામ–દાદાના નિમંત્રણને કણ ઠેલી શકે? તેમાં ય જ્યારે શક કુળોની ભિન્ન ભિન્ન નાતેના આગેવાનોને તેડ્યા હોય ત્યારે તો ઘેર કેમ રહેવાય ! વિરૂપાએ ભોજન તૈયાર રાખ્યું હતું, પણ આજ માતંગને એકલા જમવા બેસવાનું હતું. એક તો ગ્રીષ્મ દિવસ અને એમાં ગર્ભવતી! એટલે આજે હમેશ કરતાં એ વિશેષ બેચેન હતી. છતાં બેચેની બતાવી માતંગને જતો રોકવાની તેની ઈચ્છા નહોતી. મીઠી મશ્કરીઓ કરતાં કરતાં માતંગે જમી લીધું, અને ઝટ લાઠી ખભે મૂકી. “વીરુ, કદાચ રાત્રે આવું પણ, અને ન પણ આવું! પંચના આગેવાને મળવાના છે, એટલે રાત નીકળી પણ જાય !" સારું, વહેલા આવજો !"