________________ અભૂતપૂર્વ 129 શેઠાણીએ માર્ગમાં મહારાજના પગલે મોતી વેરી મગધેશ્વરના સ્વાગતનો નિર્ણય કર્યો હતે. ગરીબ બિચારી વિરૂપા શું નિર્ણય કરે ! એ તો ઘેલી જ બની ગઈ હતી. વાજિંત્રીના નાદ ત્યાં નહોતા, પણ માનવીના કંઠમાંથી નીકળી રહેલો જ્યજયકાર વાતાવરણને મિષ્ટ બનાવી રહ્યો હતો. અનેક દુઃખદ બનાવો પર આજનો પ્રસંગ સુખદ વાયુલહરીઓ વહાવી રહ્યો હતો. રાજગૃહીની લૂંટ, મેતાર્ય–માતંગ વગેરેની ભયજનક ઘાયલ સ્થિતિ અને રાજા ચેટક સાથેના યુદ્ધમાં મરાયેલા અનેક નગરયોદ્ધાઓઃ આટઆટલા ગમગીન બનાવો પર પણ ઉલ્લાસની છાયા પાથરી દેવાનું વ્યક્તિત્વ મગધને નાથ ને મગધના મહામાત્ય ધરાવતા હતા. મહાન લાગતા મગધની મહત્તા સામાન્ય રીતે શોધી ન જડતી, શોધનાર ઘણીવાર નિરાશ થતો, પણ આવા કટોકટીના પ્રસંગે એ વણશોધી ઝળકી ઊઠતી. મગધરાજ મેતેના વાસ આગળ ઊભા કરેલા સ્વાગત–દ્વાર પાસે આવીને અશ્વથી નીચે ઊતરી ગયા. મહામાત્ય અને બીજાઓએ પણ તેમનું અનુકરણ કર્યું. પ્રજા અનિમેષ નયને પ્રતાપી એવા મહારાજ મગધેશ્વરના ઉપડતા ચરણને જોઈ રહી. તેઓને લાગી આવ્યું કે આવા પ્રતાપી રાજાની ચરણરજની સેવા માટે જીવન અને મૃત્યુની શી વિસાત છે ! હજાર જીવન ને હજાર હજાર મૃત્યુ એના પર કુરબાન કરવાં ઘટે ! ધનદત્ત શેઠ હાથ જોડીને સર્વથી આગળ સ્વાગત માટે ઊભા હતા. પાછળ બીજા નગરશ્રેષ્ટિઓ હતા. શેઠાણી, વિરૂપા ને બીજી રમણીઓ એક બાજુ મસ્તક નમાવીને ખડી હતી. મગધરાજ અને મહામાત્યે નગરજનના પ્રણમતા શિર સામે