________________ હજારમાં એક છ૯ પાછું વિચાર કરતાં એમ લાગે છે, કે એ દરમાં હાથ ઘાલવા જવામાં સાર નથી. આ તો રાજા, વાજાં ને વાંદરાં! રખેને કંઈ થાય તે મેતકુળનો એક દીપક ઓલવાઈ જાય.” મહામાત્ય વિષે હીણું બોલે છે?” “એમના માટે મને માન છે. પણ વિરૂપા, રાજસેવા જ એવી છે! ઘણીવાર માણસને માણસાઈ વિસરી જવી પડે છે.” વાતમાં ને વાતમાં માતંગે પાસે બેઠેલી વિરૂપાને એક ઝીણું ચૂંટી ખણું. “મોટે માણસાઈવાળો ન જોયો હોય તે ! ઘરડો થયો. હવે આ ચેનચાળા-આ તોફાન ન શોભે!” “વીરુ, આપણાં દિલ તે ઘરડાં નથી થયાં ને! લોકો કહે છે કે દેવદેવીઓને ઘરડાપ હોતો નથી, સદા યુવાન રહે છે. તેને જોઈને મને પણ એમ લાગે છે, કે જાણે વિરૂપાને ઘરડા છે જ નહિ. જ્યારે જુઓ ત્યારે પાકી ગલ જેવી ! " અરે, પણ તું કહેતો હતો કે આજે અશ્વએલન પરીક્ષા થવાની છે. બધા રાજકુમાર અને અશ્વિનિપુણ યુવાને એકઠા થવાના છે.” “વિરૂપા, મને એ વાતનું તો વિસ્મરણ થયું. ચાલો, સૂરજ પશ્ચિમાકાશમાં ઢળવા માંડ્યો છે. બધા ક્રીડાક્ષેત્રની આજુબાજુ ગોઠવાઈ ગયા હશે. સ્થાન મળવું પણ મુશ્કેલ બનશે.” ધણીધણિયાણી ઉતાવળાં તૈયાર થઈ નગરના મુખ્ય દરવાજા ભણ વળ્યાં. પુરજનનાં જુથેજુથ ક્રીડાક્ષેત્ર ભણું ઊલટી રહ્યાં હતાં. ઘરઘરના જુવાનોની આજે શૌર્ય પરીક્ષા હતી. કેટલાય કેડીલા નવજુવાને પોતાની પ્રેયસીઓને નિમંત્રણ આપી આવ્યા હતા કે, આવજે ક્રીડાક્ષેત્રપર મારી મર્દાનગી જોવી હોય તો ! સો સે રાજકુમારને ઝાંખા ન પાડું તે કહેજે !"