________________ 218 મહર્ષિ મેતારજ પણ મેતસંતાન છે. એમ કહેવા આવ્યો છું.” આ શબ્દ આખી મેદની પર વજપાત જેવા હતા. ધનદત્ત શેઠ ને તેમના કુટુંમ્બિઓ માટે વિષપાન કરવા યોગ્ય હતા. શાબાશ રે જ્ઞાતપુત્રના શિષ્ય ! એમના ઉપદેશને ચરિતાર્થ કરવાને ઠીક રસ્તે હાથ કર્યો !" મેદનીમાંથી અવાજ આવ્યો. “અલ્યા, અમે તે કહેતા'તા કે નીચને માથે ચડાવ્યાં ખોટાં ! " બીજો અવાજ આવ્યો. ઢાળ જોઈને ઢળનારાં પાણીના સ્વભાવવાળી માનવમેદની ક્ષણવારમાં ધનદત્ત, મેતાર્ય અને માતંગને છોડી જ્ઞાતપુત્ર પર ટીકાનાં બાણ વરસાવવા લાગી. ખબરદાર, જે કેઈએ જ્ઞાતપુત્રનું વચ્ચે નામ લીધું તે ! સાંસારિક ખટપટોમાં-આપણાં કર્માકર્મની બાબતમાં મહાપુરુષને સંવવાની રીત ખોટી છે.” મગધરાજનો કંઈ રેષસૂચક અવાજ સંભળાયો. નગરલેક એકદમ શાન્ત થઈ ગયું. મહામંત્રી આગળ આવ્યા ને માતંગ હાથ પકડી બોલ્યાઃ “માતંગ, શું કહે છે?” મહારાજ, અવિનયની ક્ષમા ! મેતાર્ય મારું સંતાન છે.” ધનદત્તને પિત્તો ઊકળી ગયો, પણ મગધરાજની હાજરીમાં એણે શાન્તિ જાળવતાં કહ્યું. “મહારાજ, મારી બદનામ કરવાનું આ કાવતરું લાગે છે, હું ન્યાય માગું છું.” ન્યાય મળશે, પણ અત્યારે કામ પતાવો.” મહારાજાએ આજ્ઞા કરી.