________________ 306 મહર્ષિ મેતારજ જીવને સાટે પ્રતિજ્ઞા પાળવી. શિકારીને સમજાવો, ન માને તે પ્રાણનું પણ બલિદાન આપી પ્રતિજ્ઞા જાળવવી !" અભયકુમારે વળતો જવાબ આપતાં કહેલું: શાબાશ મેતાર્ય, તમારી ભાવના બરાબર છે, પણ ભલા કોઈ એમ પણ કહે કે હરણ જેવા ક્ષુદ્ર પ્રાણુ ખાતર મહા પરાક્રમી માણસે શા માટે મરી ફીટવું?” એ વેળા પોતે જ ગર્વપૂર્વક કહેલું. સત્યશીલ અને અહિંસા પાલકને મન કીડી અને કુંજર બધાં ચ સરખાં છે. અને એ રીતે સત્ય અને અહિંસાની વેદી પર આપેલું બલિદાન વ્યર્થ જતું નથી! એ મૌન–બલિદાનને વાચા આવે છે, ને જુગજુગ સુધી એવા હજારે શિકારીઓનું કલ્યાણ કરે છે. મરનારને શ્રદ્ધા જોઈએ.” એ ચર્ચાને તે વર્ષો વીત્યાં. એ વાત ચરિતાર્થ કરી બતાવવાનો પ્રસંગ આજે આવ્યો. આત્મસમર્પણ! બલિદાન! માનવને ખાતર બલિદાન આપનાર વિરૂપાએ તે સંસારમાં છે, પણ પશુ-પક્ષી માટે પણ બલિદાન અપાય તો પ્રભુ મહાવીરને અહિંસાને ઉપદેશ સાચો અમલમાં આવે! પ્રાણું માત્ર સમાન ! મુનિરાજની ભાવના વધતી જતી હતી ! આત્મવત સર્વભૂતેષુ! એ સંદેશ આ જીવન–બલિ દ્વારા સધાશે ? નષ્ટ થનારા આ જીવનથી પણ કંઈક સાધી શકાય, તો કેટલા લાભ ? કેનો આ દેહ? કેમની આ દુનિયા ? મુનિરાજ સ્તબ્ધ ખડા રહ્યા. ન બોલ્યા કે ન ચાલ્યા. સુવર્ણ કારને ક્રોધ ઉગ્ર બની રહ્યો હતો. એણે બેચાર વાર પ્રશ્ન કર્યો, પણ કંઈ જવાબ ન મળે.