________________ અર્પણ 311 તે શરીર અને ધન્ય સાર્થવાહ તે આત્મા. વિજય ચાર ધન્ય સાર્થવાહને કાર્યસાધક હતિ માટે જ તેને ખવરાવેલું. આ પ્રમાણે આ શરીર સંયમ, અહિંસા, સત્ય, ત્યાગ ને તપ વગેરેની સાધના માટે અનિવાર્ય કારણભૂત છે, માટે જ તેને સાચવવું–જાળવવું. અને જે તેમ ન થતું હોય તે પછી સાચવ્યાનો કંઈ અર્થ નથી.” મેતારજ વિચારી રહ્યા હતાઃ આજે એ સાધના માટે જ આ શરીર છૂટતું હતું. શા માટે પછી મેહ રાખવો ? મતની આ સુંદર ઘડી શા માટે જવા દેવી ! મસ્તકની પીડા વધવા લાગી. એક એક માસનું અપવાસી શરીર ઝાઝી ટક્કર ઝીલી શકે તેમ નહોતુંપણ અંદર વસેલ મહાન આત્મા સ્થિર હતા–એ વેદનાની એકે કિકિયારી ન પાડત; શાન્ત, સ્વસ્થ, સ્તબ્ધ હતો ! સુવર્ણકાર ગુનેગારની મજા જોઈ રહ્યો હતો. એને ભાવી પરિણામની કલ્પના નહતી. એ તે કલ્પી રહ્યો હતો કે ધુતારે ઘડી બે ઘડીમાં પગે પડી ગુનો કબૂલ કરી લેશે. એને જાણ નહોતી કે ગુનો કબૂલનાર તો અંતરીક્ષની કઈ સૃષ્ટિમાં સરતો જતો હતો. દેહની અનિત્યતા, વાસનાની સંતપ્તતા, સર્વ જીવ સમભાવ ! કરુણ ! એવી એવી ભાવના ભાવ હતો. | મુનિ અંતરમાં ને અંતરમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરી રહ્યા હતા. સુવર્ણકાર છે મારો પરમ ઉપકારી છે. એણે જ મારા આત્માની અનંત શક્તિનું મને ભાન કરાવ્યું. મારે કઈ શત્રુ નથી, કઈ મિત્ર પણ નથી. સર્વ જીવો કીડીથી લઈને કુંજર, રંકથી લઈને રાય બધા સમાન છે. બધામાં મારા જેવા જ એક સરખો આત્મા વસી રહ્યો છે. એ દરેકના કલ્યાણાર્થે પ્રયત્ન કરો મારી ફરજ છે.