________________ પાણી પહેલાં પાળ [24] દિવસ વીત્યા એ પાવનકારી પ્રસંગને. રાજગૃહીના દેવવિમાનપ્રાસાદના રત્નદીપક હજી એની એ જ રીતે પ્રગટતા હતા, અને એની એ જ રીતે ત્યાં હરએક રાત્રિએ સ્વર્ગની શોભા ખડી થતી હતી. છતાં પણ કાળના અનેક ઝાપટાઓ એ ઉપર વર્ષ ગયાં હતાં. ઘણીવાર વર્ષ પણ દિવસના જેટલી જ ઝડપથી પસાર થઈ જાય છે. સુખી રાજગૃહીએ પણ એવાં કેટલાંય વર્ષો ઝડપથી પસાર થતાં નિરખી લીધાં હતાં. અત્યાશ્ચર્યના આઘાત લાગે એવા સંજોગો જ જાણે નહતા. હવે નિત્ય ઉજાગરા કરાવતો રોહિણેય નહે, કે નિત્ય દુશ્મન દળની ચિંતા રખાય એ એકે દુશ્મન નહોતે ! મેતારજ નગરશ્રેષ્ઠિના પદે હતા. એણે ધનધાન્યના પ્રવાહે સદા ભરપૂર રાખ્યા હતા. મેતલોકેએ અને પલ્લીવાસીઓએ કેટલાય પ્રદેશ હરિયાળા બનાવ્યા હતા. આટલાં વર્ષોમાં આશ્ચર્યવન્તી ઘટનાઓમાં મહામંત્રી અભચની નિવૃત્તિ ને દીક્ષા સ્વીકાર હતા છતાં એ ય વાત તરત ભૂલાઈ જાય તેમ હતી. સતી ચેલણાના પુત્ર કૃણિકે એ પદ સંભાળી લીધું