________________ કાળચક્ર 299 “મગધરાજ, નિર્માણને અન્યથા કરવાની તાકાત મહાત્માઓમાં પણ નથી. છતાં પ્રયત્ન કરનારને કશું ય અશક્ય નથી. તમારો શ્રદ્ધાદીપ બુઝાવા દેશો નહિ. ખરાબને ખરાબને સારાને સારા તરીકે પીછાણજે. પશ્ચાત્તાપને જલતો રહેલે પાવક આ ભવે નહિ તો પરભવે પણ તમને પાવન કરશે જ.” જ્ઞાતપુત્ર પ્રભુ મહાવીરનાં વચનોમાં શ્રદ્ધા રાખી જીવનનાવ હાંકનાર મગધરાજને માનવસુલભ દુર્બળતા સિવાય બીજા દુર્ગુણ નહતાપણ યુવરાજ કુણિકે એક નવો દુર્ગુણ શોધી કાઢયો. એ દુર્ગણ તે મગધરાજનું સુદીર્ઘ આયુષ્ય. કુણિકે પિતાના ભાઈઓને એકત્ર કર્યા. સગાંસંબંધીઓને મેળવ્યાં. સહુને કહ્યું: “ધિકાર હજો આપણું પિતાજીને ! રાજકાજ કંઈ થતું લીધી તો ય આ વૃદ્ધને કંઈ ઈચ્છા થતી નથી. આવતી કાલે જેની જવાબદારી આપણે શિર આવવાની છે, એવા આ મહાન સામ્રાજ્ય મગધની સંભાળ હવે આપણે આજથી જ લેવી ઘટે.” ઊગતા સૂરજને નમવાના સ્વભાવવાળા બધા યુવરાજની વાતને ટેકો આપતા. મગધરાજ તે બુઝાતા દીપક હતા. બુઝાતા વિચિત્ર જાળ પથરાવા લાગી. મગધરાજને ય આછી આછી ગંધ આવવા લાગી હતી, પણ તેમના પુત્રપ્રેમ આગળ એ ગંધ એમને બનાવટી લાગી. યુવરાજ કુણિકે પિતા નિવૃત્તિ લે એવા પ્રયત્ન જારી રાખ્યા. નિર્બળ મૃત્યુશયા પર પડેલા કેસરીની મશ્કરી રસ્તે જતા શિયાળને પણ શકય બને છે, એ રીતે મગધરાજ વારેવારે અપમાન, ભત્સના પામવા લાગ્યા. પણ મોટા મનને રાજવીએ એ બધું દિલ પર ન લીધું.