________________ 300 મહર્ષિ મેતારજ વાત વધતી ચાલી. એક વેળાના ચતુરંગ સેનાના મહારથીની અંતઃપુરમાં પણ હાંસી થવા માંડી. આર્યાવર્તન અજોડ રાજવી આંતરયુદ્ધમાં એક પછી એક પરાજય પામતે ચાલ્યો. આ પરાજ્યોએ એક શંકા જન્માવીઃ મગધરાજને લાગ્યું કે રાણી ચેલ્લણ દુશ્ચરિત્રવાળી છે. એણે અંતઃપુરને મારા વિરુદ્ધ ઉશ્કેરી મૂક્યું છે. અને આ રીતે અંતઃપુરને કેલાહલ ઉગ્ર બન્યો. પુત્ર અને પિતા વચ્ચે સેતુરૂપ બનીને જીવવાની અભિલાષાવાળી રાણ ચેલ્લણાને આ વાતથી અત્યંત આઘાત થયો. એનું ઔદાસિન્ય વધતું ચાલ્યું. એવામાં જ્ઞાતપુત્ર મહાવીરના દર્શનાર્થે ગયેલા મગધરાજે સરળતાથી ભગવાનને એ શંકા પૂછી લીધી. જ્ઞાતપુત્રે સ્પષ્ટતાથી કહ્યું “રાણી ચેલ્લણ સતીઓમાં પરમ છે, લેશમાત્ર સંદેહ ધરીશ મા !" વધુ ને વધુ માનખંડિત થતી ચેલ્લણ આ પછી રાજાએ બનાવી આપેલ એકસ્તભિયા પ્રાસાદમાં ચાલી ગઈ. સંસારની અસારતા એને દહી રહી હતી. પણ પતિની ઈચ્છા વગર દીક્ષિત કેમ થઈ શકાય ? રજા વગર દીક્ષા કેણ આપે ! મગધનું આ બેસૂરું વાદ્ય વધુ ને વધુ બેસૂરું બનતું ગયું. કણિકે સર્વ તૈયારીઓ કરી લીધી હતી. રાજ્યના સ્થંભને પિતાના કરી લીધા હતા. આ બનાવ વિચિત્ર પ્રકારના વેશ ધારણ કરી પ્રજામાં પણ ભમી રહ્યા હતા. ઊઠતી બાદશાહીની આછી આંધિ બધે પ્રવર્તતી હતી. આ આંધિની વચ્ચે જીવતા મગધરાજે પિતાને ધર્મદીપક સદા જલતો રાખ્યો હતો. ઘણીવાર દિલ પણ થઈ આવતું, છતાં મુનિજીવનનાં કષ્ટ નિહાળી સ્થંભી જતા. તેઓએ ધીરે ધીરે જિનપૂજામાં પિતાનું મન પરોવવા માંડ્યું.