________________ 294 મહર્ષિ મેતારજ જા, તમામને જગાડીને અહીં બોલાવ! આ વાત મારે તેમને પણ સમજાવવી છે.” મેતારજે બાકીની પત્નીઓને જગાડવા કહ્યું. બધી સ્ત્રીઓ મેતારજના ધૂની ને ચિંતક સ્વભાવથી સુપરિચિત હતી. એમને લાગ્યું કે દૂધને ભલે ઊભરે ચડે ! એ શમાવવા માટે પાણી તૈયાર હોય પછી શી પરવા? ભર ઊંઘમાં પડેલી બધી રમણીઓ વિસ્મયથી આ ચળતી ત્યાં આવી પહોંચી. મેતારજે ફરીથી બધી વાત કહી; અને જણાવ્યું કે: “ડાહ્યા માણસ જનારાને જવા દઈ રહેલામાંથી આનંદ મેળવે છે. કદાચ કાલે હું પણ ચાલ્યો જાઉં તે....” બધી રમણીઓ ઉપર જાણે વીજળી પડી. બધી એકદમ ચમકી ઊઠી, મેતારજે ફરીથી કહ્યું “સુંદરીઓ, મારી કમળ-કેદ પૂરી થઈ. મેના ગઈ, એમ મારે જવું રહ્યું. પિંજરવાસ ક્યાં સુધી ? તમે આ સમૃદ્ધિ ભોગ. તમને બધું આપેલું છે. આ બધું ભોગવજો ને બને તો તમે પણ આ લેકના સુખ તરફથી જરા પલક તરફ નજર કરજો !" - “એ વાત કરશે મા ! એ ન બને!” બધી રમણીઓ ચિત્કાર કરી ઊઠી. “સુંદરીઓ, તમે બધી મને એ વાતની ખાતરી આપે છે, કે તમારું આ રૂપ કદી નહિ કરમાય અને તમારું આ યૌવન સદા ખીલેલું રહેશે? અને મારા દેહનું પણ શું ? આ બાહુની પ્રચંડતા ને પગની આ દઢતા શું સદાકાળ ટકશે? માટે બધું યોગ્ય વખતે થઈ જાય તેમાં જ મજા છે. મેહ છે, ત્યાં દુઃખ અવશ્ય થાય, પણ સાચે પ્રેમ પ્રેમીનું હિત જુએ છે. મારું હિત જુએ ને મને રજા આપ !" સુંદરીઓ કંઈ જવાબ ન આપી શકી, કેવલ તેમનાં નેત્રોમાંથી આંસુઓનો પ્રવાહ વહી રહ્યા. એ આખી રાત્રિ પ્રેમીઓ વચ્ચે અજબ રસાકસી ભરી વીતી,