________________ પાણી પહેલાં પાળ 287 ^^ ^ ^ ^ ^ w થવાની પ્રબળ ભાવના છતાં કુણિક ને મગધરાજ વચ્ચેના સંબંધને એ સેતુ બનેલી હતી. એટલે એણે દીક્ષિત થવાની મંજૂરી નહોતી માગી. મગધની મહાનૌકા આમ ચાલી જતી હતીઃ કદીક એના નિશ્ચલ સ્થંભો પર નાનુંશું તોફાન સ્પર્શી જતું, કદીક એના દિશાસૂચક યંત્ર પર આવરણે આવી જતાં, પણ એ બધું ક્ષણ માટે રહેતું ને ક્ષણિક નીવડતું. એ નૌકા એમ ને એમ આગળ વધે જતી. છતાં ય નૌકાના નાના–મોટા સૂત્રધારે ઓછા થયા હતા. જે થોડાઘણા હતા તેમાંના ઘણાને ઉદાસીનતા સ્પર્શવા લાગી હતી. એ ઉદાસીનેમાં મુખ્યત્વે નગરશ્રેષ્ઠિ મેતારજ હતા. તેઓએ રાજકાજમાં માથું મારવું તજી દીધું હતું. મગધરાજના જામાતાના દાવે અંતઃપુરમાં વારેવારે જતા આવતા હતા, એ પણ હવે ઓછું થયું હતું. તે ભલા ને તેમને દેવવિમાનપ્રાસાદ ભલે. આઠ આઠ સુંદરીઓ સ્વર્ગને ભૂલાવી નાખે તેવાં સુખ આપતી હતી. ઋતુ ઋતુને યોગ્ય વિરામભવનોમાં રોજ નવનવા ભોગવિલાસ ઉજવાતા. નગરશ્રેષ્ઠિ મેતાજ એક મહા સુખદ સંસારમાં ઝબકોળાઈ ગયા હતા. આવા સુખદ સ્વપ્નમાં એકવાર ભંગાણ પડ્યું. સેવક સંદેશો લાવ્યો હતો કે કોઈ દેવમિત્ર આપને મળવા માગે છે. “ક્યાં છે દેવમિત્ર?” “નગર બહાર, ચૈત્યમાં.” * નગર બહાર ? વારુ, જા એમના માટે બંદોબસ્ત કર. હું આવું છું.” આઠ સુંદરીઓ સાથે જલક્રીડામાં ગુંથાએલા નગરશ્રેષ્ઠિ મેતારજને આવે વખતે બહાર જવું યોગ્ય ન લાગ્યું. આઠે સુંદરીઓ