________________ 230 મહર્ષિ મેતારજ ~ ~ ~ સાતે રૂપવતી કન્યાઓને અંતપુરમાં રહેવાનું સ્થાન કાઢી આપ્યું. વિવાહોત્સવના રૂપમાં આવેલ આખું નગર હવે ધીરે ધીરે ડાઘુના રૂપમાં પલટાઈ ગયું. રાત વીતવાની રાહ જોતા સહુ જ્યાં હતા ત્યાં ગોઠવાઈ ગયા. આખી રાત કઈને નિદ્રા ન આવી. ધનદત્ત શેઠનાં પત્નીના ઉપચાર ચાલુ હતા, પણ પિતાની પ્રિય સખી ચાલી ગયાના સંતાપમાં એ કંઈ કારી કરતા નહોતા. બેએક વાર કંઈક ચેતન આવ્યું, પણ એ તો બુઝાતા દીપકના ભડકા જેવું હતું. દૂર દૂર આકાશમાં રાત્રીનો શ્યામ અંચળો ભેદીને ઉષાએ મેં બહાર કાઢયું. વિરૂપાની ઉત્તરક્રિયાઓ ચાલુ થઈ, ત્યાં સમાચાર આવ્યા કે શેઠાણી અવસાન પામ્યાં છે. બે સખીઓ સાથે ચાલી. જીવનમાં એક થઈને રહેનારીઓએ મૃત્યુમાં ય સાથ ન છેડ્યો. ઊના પાણીના ઝરાઓને કાંઠે, “મહાતપતીર' તીર્થની પાસે બંનેની ચિતા પડકાવજે! દેશદેશના યાત્રાળુઓ આવે ત્યારે મગધની આ બે મહિમાવંતી નારીઓને પણ યાદ કરે.” મગધરાજે આજ્ઞા કરી. રાત વીતતાં, મહામંત્રીની આગેવાની નીચે સ્મશાનયાત્રા નીકળી. જીવનભર નગરને એક છેડે બધાથી દૂર વસી રહેલ રૂપવતી ને ગુણવતી વિરૂપાને શોભાવનારી એ યાત્રા હતી. એનું જીવન અને ઘટનાઓ સાંભળી સાંભળીને લોકોની આંખોમાં આંસુ ઊભરાઈ આવતાં. કુળ અને ગેત્રની નિરર્થકતા હવે તેમને સાકાર થતી હતી. પણ પેલે લહેરી માતંગ ક્યાં ? વિરૂપાની એકાદી વાળની લટ ઉપર જાન દેનારો માતંગ આજે ક્યાં હશે? એને તો ન્યાય જોઈ તે હતું તે !