________________ 256 મહષિ મેતારજ એ હજી અધ જાગ્રત હતે. મખમલી શય્યા એને ગલીપચી કરી રહી હતી, ને સુગંધ ભર્યો પવન એની આંખોને ભારે બનાવી રહ્યો હતે. એને લાગી રહ્યું હતું કે જાણે પોતે કોઈ સ્વર્ગીય પ્રદેશમાં વિહરી રહ્યો છે. શરીરમાં અત્યંત આળસ અને મગજ પર ઘેનનો ભાર લાગતો હતો, પણ ધીરે ધીરે એના કર્ણપટલ પર સુમધુર ગીતને. ધ્વનિ સંભળાવા લાગ્યો. ફરીથી એ કોઈ સુંદર સ્વપ્નમાં પડ્યો. પણ ઘેડીવારે કઈ કુમાશ ભરી વસ્તુ એને સ્પર્શ કરતી લાગી. સેજમાં બેસી શકાય તેટલી શારીરિક શકિત જાણે હણાઈ ગઈ હતી. એણે સૂતા સૂતાં જ અર્ધ મદભર્યા નેત્રો ખોલ્યાં. ખરેખર સ્વર્ગ જ! સૂતા સૂતા એ જેની કલ્પના કરી રહ્યો હિતે એવું જ સ્વર્ગ ? એના ઉઘાડાં અંગોને સ્પર્શ કરીને એક પરમયૌવના સ્ત્રી વીંઝણે કરી રહી હતી. પાસે જ અલૌકિક નાટારંભ રચાઈ રહ્યો હતો. નૃત્ય કરતી કેટલીક સુંદરીઓ દઢ અંગહાર ને અભિનયથી કંચૂકીને તેડવા મથતી હોય અને નૃત્યના સુદીર્ઘ પરિશ્રમથી શિથિલ કેશપાશને બાંધવા મથતી હોય એમ કમળદંડ જેવા સુંદર ભૂજમૂળને બતાવતી હતી. કઈ દંડપાદ વગેરે અભિનયના બહાને પિતાના અધોવસ્ત્રને હવામાં લહેરાવી ગેરચંદન જેવા ગૌર જંઘામૂળને પ્રદર્શિત કરતી હતી. ખીલતી કળી જેવી કેઈ નવયૌવના નૃત્યશ્રમથી શિથિલ થયેલ અધોવસ્ત્રની ગ્રંથી દઢ કરવાની લીલાથી કામદેવની ખાણ સમાન પિતાના નાભિપ્રદેશને પ્રગટ કરતી હતી. વિરહિણી જેવો વેશ-શૃંગાર સજેલી કોઈ સુંદરી ઈદંત નામના હસ્તાભિનયના બહાને ગાઢાલિંગનની સંજ્ઞા કરતી હતી. શ્રી હેમચંદ્રાચાર્ય કૃત વર્ણનના આધારે