________________ સ્વર્ગલોકમાં [21] કેશુડાનાં પુષ્પની શોભાવાળી સંધ્યા આથમી ત્યારે મગધના પાટનગરના છેડે આવેલ દેવવિમાન આકારના પ્રાસાદમાં એકાએક નૃત્યગીત આરંભાઈ ગયાં. આખો ય પ્રાસાદ લીલા રંગને હતા. એના પડદાઓ પણ લીલા રંગના હતા. પ્રાસાદ અનેક ખંડમાં વિભક્ત કરેલ હતો, જેમાં સઘન લતામંડપ, શીતળ નિઝરગૃહે ને સ્ફટિકના પ્રકાશે ઝળહળતી પુષ્પવાટિકાઓ આવેલી હતી. એને એક એક ખંડ જાતજાતનાં શિલ્પથી શણગારેલો હતો, ને એ ખંડની અર્ધખૂલી બારીઓ વાટે જેનારને પોતે પૃથ્વીથી ઊંચે ઊંચે વસતો હોય તેવો ખ્યાલ આવતું હતું. અને પૃથ્વી પર કદી ન અનુભવ્યો હોય તે મીઠે સુગંધભર્યો પવન ત્યાં વહેતે હતે. આ દેવવિમાન રૂપ પ્રાસાદને મુખ્ય ખંડતો અનેરી શોભાથી ભરેલો હતો. આસન, પીઠિકાઓ, પર્યકે સ્ફટિક અને નીલમ જડ્યા હતાં. એની દીવાલે મુક્તામાળાઓથી લચી પડતી હતી. આ ખંડના મધ્યભાગમાં એક મોટા પલંગ પર કઈ પુરુષ સૂતો હતો. એના દેહ પર હંસલક્ષણ વસ્ત્ર હતું. કાનમાં તેજસ્વી કુંડળે હતાં. બાહુ પર કીમતી બાજુબંધ અને હાથ પર સુંદર કંકણે હતાં. એના પગ લાલા વાસથી પણ ઊડી જાય તેવું પ્રાચીન કાળનું કીમતી વસ્ત્ર.