________________ કોણ સાચું ? 53, પેલા કેદી બનેલા પલ્લીવાસીઓને તો બેલા! તેઓ પિછાની લેશે.” આ વાત મહામંત્રીને ન રૂચિ, પણ તેમણે સ્પષ્ટ વિરોધ ન કર્યો. રોહિણેયના વફાદાર સાથી કેયૂર તથા બીજાને ત્યાં તરત હાજર કરવામાં આવ્યા. તેઓને રોહિણેય બતાવવામાં આવ્યો, પણ એને જોતાંની સાથે જ બધા બોલી ઊઠ્યાઃ અરર, આ છે ગજબ કર્યો? આ તો વૈભારને વનવાસી, બિચારે કુટુંબી દુર્ગચંડ ! બહુ જ ભલો છે, હો મહારાજ !" બધા સ્તબ્ધ બની ગયા. મહામંત્રી તો શું કરવું ને શું ન કરવું એની જ મુંઝવણમાં પડ્યા. આખરે મગધરાજે આજ્ઞા કરીઃ “મહામંત્રીજી, આજથી સાતમે દિવસે એને ન્યાય ચૂકવાશેઅપરાધ અને અપરાધીને નિર્ણય ત્યાં સુધીમાં કરી લેશે.” આ નિર્ણય સામે મહામંત્રી કંઈ ન બેલ્યા. કહેવાતા રહિણેયને સૈનિકે એક જુદા કારાગૃહમાં લઈ ગયા. આખું નગર આજના અજબ બનાવ પર ચર્ચા કરી રહ્યું હતું જ્યારે ભૂખ, પરિશ્રમને ભૂલીને મહામંત્રી આ વાતનો નિવેડે કેમ લાવો તેની મંત્રણા કરી રહ્યા હતા. આખે દીઠી સાચેસાચી બીનાને કુશળ પુઓ કેવી વિકૃત કરી શકે છે, એના પ્રત્યે મેતાર્ય આશ્ચર્ય પ્રદર્શિત કરી રહ્યા હતા. વારેવારે પ્રશ્ન એ ઊઠતો હતો કે કોણ સાચું?