________________ કાળા આકાર [ 19 ] રાજગૃહીને માથે આવી એક શાકભરી રાત્રીને શ્યામ પડદો પથરાઈ રહ્યો હતે. દેવાલયના છેલ્લા ઘંટારવ હમણાં જ શમી ગયા હતા, ને તુરીષ વાગવાની તૈયારીમાં હતો. કોટના કાંગરે પ્રગટાવેલા દીપક ધીમા ધીમા ઝળહળી રહ્યા હતા. રાજમહાલયના બૂરજે ઉપર તે દીપકોને કંઈ પાર નહેતે, જાણે રોજ ત્યાં દીપાવલિ રચાતી. રાત વધતી ચાલી. શેઠાણી ને વિરૂપા જેવી બે આદર્શ સખીઓના મૃત્યુને શોકસમય પળાતો હોય તેમ રાજગૃહીનાં રાજભવનમાં નૃત્યગીત બંધ હતાં. મેતાર્યની કુળહીનતા જાણે પ્રગટ થઈને પક્ષ થઈ ગઈ હતી અને કન્યાઓના દિલ પરથી પણ આ બે સખીઓના સ્વાર્પણે એવો ભારે બેજ હળવો કર્યો હતો. છતાં લગ્નના દિવસો દૂર ઠેલાયા હતા. કન્યાઓ રાજકુલની મહેમાન બની હતી. આવી એક રાત આગળ ને આગળ વધતી જતી હતી. તૂરીઘોષ પણ વાગી ગયો હતો ને રસ્તાઓ નિર્જન બન્યા હતા. ધીરે ધીરે દીપકે ઝાંખા પડતા ગયા, ને મધરાતે તો આકાશમાં તારલીયાઓ સિવાય કઈ ન રહ્યું. ચોકીદારોએ દરવાજા બંધ કર્યા. દુર્ગના એક છેડે આવેલાં નૃત્યઘર તરફથી કેઈક કઈક ઘેલાઓ આવતા-જતા. રૂપકવિનીઓના આવાસો પણ હવે સૂના થયા હતા.