________________ 234 મહર્ષિ મેતારજ આવા ઘોર અંધકારમાં રૂપજીવિનીઓના નિવાસસ્થાનોની બાજુમાં કેઈ કાળે આકાર ઘૂમી રહ્યો હતો. એની પડછંદ ઊંચાઈ એમ મનાવવા પ્રેરતી હતી કે એ પુરુષ હશે. તીર જેવી ઝડપ અને સસલા જેવી ચકરતા દર્શાવતાં હતાં કે એ પડછાયો કઈ ભૂત-પ્રેતને નહિ; પણ કાબેલ વ્યક્તિને હશે. કઈ નિશાચર હશે, એમ સહેજે કલ્પના થઈ આવે, અને તેમાં પણ આ સ્થળે કેણ સારો માણસ રખડે! સારા માણસને આવા સ્થળે આવવાનું કામ શું? મગધની મહાનગરીમાં, મહામાત્યની જાગતી ચેકીમાં કાળા માનવીની તો ફરવાની શી મજાલ ! અરે, નકકી કાઈ ભૂત હશે. પૃથ્વી પર ભમવા આવી ચડ્યો હશે. પણ આ પ્રશ્ન કરનાર ત્યાં કોઈ નહોતું. કાળા આકાર ધીરે ધીરે રૂપજીવિનીએના આવાસો વટાવી ગયો. એનાં પગલાં મક્કમ હતાં, એની દિશા ચક્કસ હતી. ધીરે ધીરે એ નર્તકીઓના આવાસ તરફ વળ્યો. કેટલીક પરદેશી પ્રીતમો માટે સજેલા સાજ ઉતારીને છેલ્લો આરામ લેવાની તૈયારીમાં હતી. મુખમેહિની અને ભપકા માટે રંગ, રાગ અને કાજળથી પોતી નાખેલા દેહને ઘણીખરી શ્રમપૂર્વક જોઈ રહી હતી. વય બધાની ખીલતી હતી, અને સંસારમાં સ્વર અને સૌંદર્યની આ કિન્નરીઓનું દિલ કોને ઉપર હશે, તે કળી શકાવું શક્ય નહોતું. સુવાસિત જળભર્યા ફૂડમાં માંસલ ગૌર પગથી છબછબિયાં કરતી એક નર્તકીએ સહેજ કંટાળા પૂર્વક કહ્યું: “સુનેત્રા, પ્રવાસીઓની તે કંઈ ખોટ નથી, પણ લીધેલું કામ પૂરું ન થયું. પેલો પરદેશી સાર્થવાહ ન દેખાય તે ન દેખાયો.” દેવદત્તા, એ પરદેશી સાર્થવાહ તે જ ચાલાક ચોર રેહિણેય એમ કેમ માન્યું?”