________________ પ્રેમની વેદી પર 229 દાસીઓ કન્યાઓને લાવવા રવાના થઈ અને થોડી વારમાં એ રૂપનો રાશિ ત્યાં આવીને ખડો થઈ ગયો. સાચા સૌંદર્યની મજા એ છે કે એ ગમે તેવા ભાવમાં અનોખી સુંદરતા જન્માવે છે. એકે એક કન્યાના ગાલ ઉપર શરમ અને લજજાની લાલ ચીમકીઓ ઊઠી આવી હતી. “પુત્રીઓ, શરમાશે મા ! તમે મેતાર્યને મેતકુલમાં જન્મેલે જાણ્યા પછી પણ પરણવા તૈયાર છે?” કઈ સપ્તમુખી યંત્ર એક સાથે ગૂંજી ઊઠયું. “ના !" તમારી ઈચ્છા મુજબ જ થશે, ગભરાશો નહિ, પણ પુત્રીઓ ! તમે તે પ્રભુ મહાવીરની અનુયાયી છે. કુળને ગોત્ર હજી ય પ્રિય છે?” કન્યાઓ પગની પાનીઓ પર મૂકેલી મેંદી સામે જોઈ રહી. એ ગુલાબી પાનીઓ કમળપુષ્પને પણ શરમાવતી હતી. તેઓ સ્તબ્ધ હતી. એમના હૃદયમાં અજબ મને મંથન ચાલી રહ્યું હતું. સામે જ કદાવર, પ્રચંડ, સશક્ત, જોતાં જ મન મોહી જાય તેવા પૌરુષભર્યો મેતાર્ય ખડો હતો, શું કરવું ને શું ન કરવું ? કન્યાઓ તદ્દન મુંઝાઈ ગઈ. વર્ણ ને ગોત્રના હાઉ સિવાય એમને મેતાર્યને પરણવામાં કઈ વાંધો નહોતો. હજી વખત છે. એમને વિચાર કરી લેવા દે ! ચાલે, પ્રથમ વિરૂપાની અન્તિમ ક્રિયા ઉજવીએ.” મહામંત્રીએ રસ્તે કાલ્યો. એમણે વિચાર્યું કે ગમે તેવી ભારે બીનાને સમય હળવી બનાવે છે, આજનો સંકેચ કદાચ કાલે ન પણ રહે ! બહુ સારું !" મગધરાજને કઈ વાતમાં વાંધો નહતો.