________________ પ્રેમની વેદી પર 227 ન બોલ્યો, ન રડ્યો કે ન છાતી ફૂટી ! જીવન સર્વસ્વ સખી વિરૂપા સદાને માટે છૂટતી હતી, છતાં દેડીને એને ભેટી પણ ન શક્યો ! ' અરે, એ તે પાછો વળ્યો. કંઈ બડબડતે, હાથના વિચિત્ર પ્રકારના ચેનચાળા કરતો બહાર નીકળ્યો. ગામની આંખે ચડેલા આ પ્રેમી યુગલને આવો કરુણાંત ટીકાખોર લોકે પણ જોઈ ન શક્યા. બહાવરા જેવો માતંગ સીધે પિતાને ઘેર પહોંચ્યો. મહામંત્રીએ માતંગને રોકવા ઈચ્છયું, પણ તેમ ન થઈ શકયું. મેતાર્યની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. ખુદ મગધરાજ ને રાણું ચલણું રડી રહ્યાં હતાં. એ આંસુ અમુલખ હતાં, ખુદ દેવોને પણ દુર્લભ હતાં. દુર્લભ એ માટે હતાં કે એ આંસુ વેદવારાથી કમનસીબે લેખાયેલી, સદા દૂર રખાતી એક મેતરાણી પામતી હતી. સર્વાનો એક સુંદર બોધપાઠ જાણે આ અભણ, તુચ્છ અજ્ઞાન નારી મગધની મહાપ્રજાને પ્રબોધી રહી હતી. અંતરવવતું આ દશ્ય અવર્ણનીય હતું. આખરે સંસારની અસારતાને જાણનાર મહામંત્રીએ સહુને ધીરજ આપતાં કહ્યું: વિરૂપા તે જીવી ગઈ. આવું મૃત્યુ તે હજાર હજાર જીવન કરતાં મૂલ્યવાન છે. એક મનુષ્ય ને બીજે મનુષ્યઃ મનુષ્ય રીતે બે વચ્ચે કોઈ જાતને ભેદભાવ પાડી શકાતા નથી. માણસ આખરે માણસ છે, ને આખરે એક જ રૂપ પામે છે. વિરૂપાએ આ માનવ માત્રને ઐક્યનો અમૂલો પાઠ આપ્યો છે. મેતાર્ય, વૈર્ય ધારણ કરે ! ચાલે, તમારી માતા બેભાન પડ્યાં છે. હણે શિબિકાઓમાં નાનાં મૃગબાળ જેવી સાત સાત સુંદરીઓ ન જાણે કેવી મૂંઝાઈ રહી હશે.” પણ મેતાર્ય ત્યાંથી ન ખ. મહામંત્રી એકલા શિબિકાઓની પાસે આવ્યા.