________________ રંગમાં ભંગ 207 માટે શસ્ત્રોથી ખૂનખાર જંગ ખેડનાર યોદ્ધા કરતાં આ જંગ સામાન્ય નહે. મેતાર્ય વિચાર કરતો ચાલ્યો એમ એમ એને વિરૂપા અત્યંત મહત્ત્વશાલિની લાગવા માંડી. ધનદત્ત અને પોતાની માતા એની પાસે ફિક્કા લાગવા માંડ્યાં, વિરૂપાના શબ્દોમાં જે વહાલપ ને દર્દ હતું એ બીજે નહોતું. પોતાને ‘બેટા’ કહીને સંબોધતાં આંખોની કીકીઓ જે નૃત્ય કરી ઊઠતી, એ વર્ણવવું અશક્ય હતું. મેતાર્ય વધુ ને વધુ લાગણીપ્રધાન બનતે ચાલ્યો. એને અંતરમાં લાગી આવ્યું કે શા માટે જેના ઉદરનાં માંસમજાથી આ હાડચામ બંધાયાં, એના પુત્ર ન થઈ જવું? આ વિદ્વતા, આ કુશળતા આ નિપુણ વ્યવહારિકપણું શા માટે ભરેલામાં ભરતા માટે વ્યય કરવું ? શા માટે મેતકુળાને બુદ્ધિ, લક્ષ્મી ને કીર્તિથી ઉજજવળ ન કરવાં? આ બાહુઓની પ્રચંડ તાકાતથી ને આ કુશાગ્ર બુદ્ધિથી દરેક મેતનું ઘર સમૃદ્ધિથી ભરી ન નાખવું? કુળસેવા, માતૃપિતૃસેવા શું એ નથી માગતી ? મેત બનીને જીવતાં મેતાર્યને શા શા અંતરાયો નડશે ? અને નડશે તે યે મહાસતી વંદના જેવી રાજકુંવરીને અધમ દાસીપદથી તે ઓછાંને ! જે એક કોમળ સ્ત્રી કરી શકી, એ કઠેર પુરુષ નહીં કરી શકે ? વિરૂપા! વિરૂપ ! મેતાર્ય ઊભું થઈ ગયો. ખંડમાં ચારે તરફ આંટા મારવા લાગ્યો. ત્યાં જાણે કઈ પાર પાડીને કહેતું લાગ્યું : કુમાર! વિરૂપાની વાત ભૂલી ગયો? તું જેને મા માને છે, એની જ આજ્ઞા વિસરી ગયો ? ઘેલી વિરૂપાના એ વ્યર્થ બકવાદને આજપછી તારે કદી સ્મરવો નહિ! તું શ્રેષ્ઠિપુત્ર! પ્રખ્યાત ધનદત્તવ્યવહારીઆનું પુત્રરત્ન! જિર્ણ–શીર્ણ થયેલ વિરૂપાના દિલને શાતા પહોંચાડવા તારે આટલું કરવું જ રહ્યું ! ઉમિલ ન થતા, કુમાર ! એ જ ઉર્મિલતા