________________ 216 મહર્ષિ મેતારજ રથમાં બેઠેલો મેતાર્ય અમરાપુરીના ઈદ્રિ જેવો શોભતો હતો. પાછળ સાત શિબિકાઓની સુંદરીઓ ઈદ્રાણુના રૂપયૌવનને પણ ઝાંખી પાડતી હતી. રાજમહાલય પાસે મેતાર્યને રથ આવીને થે. તરત જ છડીદારે ખમા સ્વરનો મેટો ઉચ્ચાર કર્યો. મગધરાજ સામેથી મેતાર્યનું સ્વાગત કરવા ચાલ્યા આવતા હતા. ઉત્સવધેલી પ્રજા પોતાના મહાન રાજવીને આવતા નિહાળી ઘેલી થઈ ગઈ. જોરજોરથી ખમા ખમા ધ્વનિ થવા લાગ્યો. મગધરાજની પાછળ મહામંત્રી અભય હતા. એમની પાછળ મગધના સંનિધાતા, સમાહર્તાને દુર્ગપાલ હતા. બાજુમાં મહારાણીઓ પણ આ નગરસુંદર મેતાર્યને વધાવવા આવી હતી. મગધરાજને આવતા નિહાળી મેતાર્ય મંદગતિએ રથમાંથી નીચે ઊતર્યો ને ચરણસ્પર્શ કરવા નીચે નમ્યો. મગધરાજે નીચે નમેલા મેતાર્યની પીઠ પર હાથ ફેરવ્યો ને આશીર્વાદ આપ્યા, મહામંત્રી અને બીજા વર્ગે શુભેચ્છા દર્શાવી. રાણ ચેaણુની આગેવાની નીચે બધા અંતઃપુરે સાતે કન્યાઓને નિરખીને ધન્ય ધન્યના શબ્દો ઉચ્ચાર્યો ને ફૂલઅક્ષતથી વધાવતાં અખંડ સૌભાગ્ય ઇચ્છયું. વાજિંત્રોના મંદમંદ પણ મીઠા સ્વરો હવામાં વહેતા મૂક્યા હતા. મેતાર્યને પુનઃ રથમાં બેસાડતાં મગધરાજે ધનદત્ત શ્રેષ્ટિને કહ્યું: “ષ્ટિ ધનદત્ત ! આવા પુત્ર તે ભાગ્યશાળીને સાંપડે છે. ખરેખર તમે ધન્ય છે !" આ પ્રજાએ મગધરાજના આ શબ્દ પર હર્ષના પિકાર કરી પિતાની પણ સંમતિ જાહેર કરી..