________________ રંગમાં ભંગ 209 પિતે અમરાવતી વિસરી જાય એવી શોભા રચાણ હતી. મેતાર્ય માટે ચાર ઘંટાવાળા અશ્વરથ આણવામાં આવ્યો હતો. રથના આગળના ભાગમાં સુંદર શિલ્પવાળા બે કળાયેલ મોર ચિતર્યા હતા. સુવર્ણરસ્યાં એ મોરપિચ્છમાં નીલમ જડ્યાં હતાં, અને એની ચાંચ સ્ફટિકની બનાવી હતી. મણિમુક્તાજડ્યું છત્ર હવાની મંદમંદ લહરીઓ સાથે ડોલી રહ્યું હતું. રથનાં ચક્રો પર રૂપેરી ઘુઘરીઓ હતી. ચાર સુંદર અો ઊભા ઊભા મદથી જમીનને ખેતરી અને આવું જ દશ્ય રાજગૃહીને પાદર દેશદેશથી વરવા આવેલી કન્યાઓના વાસસ્થાનનું હતું. હય, વાજિ ને રથીના હણહણાટ ત્યાં નહતા પણ શાહીમહેમાનગૃહના આંગણામાં સાત સુંદર શિબિકાઓ ચતુર દાસદાસીઓને હાથે શણગારાઈ રહી હતી. કેની શિબિકા સર્વશ્રેષ્ઠ એની જાણે-અજાણે હેડ આદરી હોય એમ લાગતું હતું. સ્ફટિકની મૂર્તિઓ જેવી સાત સાત સુંદરીએ વારે વારે આકાશ સામું જોતી શણગાર સજી રહી હતી. ગોરજ સમયે પ્રસ્થાન મુહૂર્ત હતું. મુગ્ધાવસ્થાની લાલપ બધાના દેહ પર રમી રહી હતી. કયા અંગને કઈ ઉપમા આપશે, એની જ મુંઝવણ થતી હતી. સૌંદર્યની સાકાર મૂર્તિઓ જેવી આ સુંદરીઓમાંથી કઈ પિતાનાં સંપૂર્ણ વિકસિત કમળ જેવાં નેત્રમાં કાજળની રચના કરતી હતી, તે કોઈ પિતાના સ્નિગ્ધ ને ફૂલગુલાબી કપોલ સ્થળ પર કસ્તૂરી વગેરે સુંદર દ્રવ્યોની પત્રલેખા રચતી હતી. કદળીદળ જેવા કેમળ પગમાં ઘૂઘરીઓવાળાં નેપૂર, કમનીય કટીપ્રદેશ પર સુવર્ણ કટીમેખલા ને કાવ્યની એક એક પંક્તિમાં હસ્તોમાં વલય પહેરી રહી હતી. વગર શંગારે સૌંદર્યનો અવતાર લાગતી સુંદરીઓ શૃંગારસૌષ્ઠવથી સ્વયં રતિસ્વરૂપ બની બેઠી હતી. સામાન્ય નજરે જોનારને પણ સ્વાભાવિક લાગતું કે કુમાર મેતાર્યનાં પરમ ભાગ્ય ખીલ્યાં છે.