________________ 210 મહર્ષિ મેતારજ ધીરેધીરે સુરજ પશ્ચિમાકાશમાં ઢળતો ચાલ્યો. ગગનના ગોખ પર મુગ્ધયૌવના સંધ્યા પોતાની ગુલાબી લાલી પ્રસરાવતી ડેક્યિાં કરવા લાગી. બરાબર આ વેળાએ એ ગુલાબી લાલીને ઝાંખી પાડતી આ સાત સુંદરીઓ શિબિકાઓમાં બેસવા લાગી. સેવકેએ સુગંધી તેલથી મહેકતી મશાલો પેટાવી. શિબિકાઓમાં હવાની લહેરોમાં મંદમંદ ઝૂલી રહેલાં હીરામોતી ને સ્ફટિકનાં નાનાં નાનાં સુંદર ઝુમ્મરે એકાએક હજારો પ્રતિબિમ્બ પાડી ઊઠ્યાં ને એ શિબિકાની બેસનારીઓના ચહેરા પર તેજનાં અપૂર્વ કિરણે વેરવા લાગ્યાં. વાજિંત્રોના નાદે પ્રસ્થાનને વધાવી લીધું. નગરને આંગણે આંગણે રંગેળીઓ પૂરવામાં આવી હતી. આસોપાલવના તોરણે ને સુગંધી ઈત્રભર્યા દીપકેની દીપમાળ રચવામાં આવી હતી. ધનદત્ત શ્રેષ્ઠિએ પિતાના સાત ખોટના એકના એક સંતાન માટે દેશવિદેશમાંથી વિવિધ દેહશોભા ધરાવતી કેવી સુંદરીઓ આવ્યું છે, એ જોવાની સહુની અત્યંત ઉત્સુકતા હતી. ચિંતા જર્જરિત દેહવાળી વિરૂપા પણ આજે અત્યંત ઉત્સાહમાં હતી. ધનદત્ત શેઠના ત્યાંનું તેડું આવી ગયું હતું, પણ હવે એણે મમતા સ્વચ્છેદે ચડે એવા પ્રસંગે ટાળવાને નિર્ણય કર્યો હતે. એટલે એ પણ બજારમાં બેસીને જોવાની ઈચ્છા ધરાવતી હતી. ગોરજ સમય થઈ ચૂક્યો હતે, વાતાવરણ વરવહુને પ્રસ્થાનતી જાહેરાત કરતા વાજિંત્રનાદથી ગાજી રહ્યું હતું. વિરૂપાએ જલદી કરી હતી, પણ ન જાણે માતંગને આવવામાં આજે વિલંબ થયો હતો. એ પરશાળમાં ઊભી ઊભી માર્ગ તરફ જઈ રહી હતી. થોડીવારમાં મોટી ફલાંગ ભરતો માતંગ આવતો દેખાયો. માતંગ