________________ રંગમાં ભંગ 213 સજીવ બનતી જાય છે. એ ધીરેથી માતંગની નજીક સરી અને એને લાંબા કેશ ઉપર હાથ ફેરવતી અત્યંત વહાલથી બોલી: માતંગ, તારે પુત્ર છે. જીવત છે. બસ, હવે દિલની બેચેની ટાળી દે !" “વિરૂપા, છોકરાંને ફોસલાવવા બેઠી છે?” “ફેસલાવતી નથી, તારે પુત્ર છે, અને તે પણ આ જ, જેને તું જમાઈ બનાવવા ચાહે છે.” વિરૂપા, સંસારમાં દ્રવ્ય ઉધાર લાવી શકાય છે, પુત્ર નહિ! કદાચ મેતાર્યને આપણો પુત્ર બનાવીએ પણ ધનદત્ત પાસે ઉધાર આપી શકે એટલી પુત્રસંપત્તિ જ ક્યાં છે? મને ઘેલો ન બનાવ !" હું ઘેલો નથી બનાવતી, મારા નાથ ! એક અક્ષમ્ય અપરાધને એકરાર કરવા બેઠી છું. માતંગ, એ મારો અપરાધ સાંભળી તારી શધબુધ ઠંડી થઈ જશે, તારું લોહી પળવાર ઊકળી જશે. બોલ, મને માફ કરીશ !" વિરૂપાના મેટાં સ્વચ્છ સ્ફટિક શાં નયનેમાં આંસુ ઊભરાયાં હતાં. “વિરૂપા, તને માફ?” વિરૂપાના પડી ગયેલા ચહેરાને જોઈ વ્યગ્ર બની ગયેલ માતંગે એકદમ એને પાસે ખેંચી. “વિરૂપા, તારો અપરાધ ? વિરૂપા અને વળી અપરાધ ! મારી વિરૂપા કઈ સંસારમાં શધી જડે એમ છે? કઈ દહાડે નહિ ને આજે આવી મને મૂંઝવનારી વાત કેમ?” “મેં તારો ભયંકર અપરાધ કર્યો છે ?" “મારે મન એ પ્રિય બનશે.” તે સાંભળી લે! મેતાર્ય તારું સંતાન છે!”