________________ 204 મહર્ષિ મેતારજ હોંશભેર શેઠાણીને બિરદાવશે, શેઠનાં પ્રશંસાગીત ગાશે ને મંગળ મંગળ વર્તી રહેશે. એ વખતે વિરૂપાનું સ્થાન ક્યાં? શેઠાણું કહેતાં હતાં કે એનું સ્થાન અગ્રગણ્ય હશે. પોતાની સાત સાત પુત્રવધૂઓ સહુ પ્રથમ એના ચરણે નમશે, પણ વિરૂપા–એ ઈચ્છતી નહોતી. એ તે પોતાનું સ્વયંનિર્મિત સ્થાન શોધી રહી હતી. એ સ્થાનની શોધ અકારી હતી. એકાદ શેરીના ખૂણે ઊભા રહી આઘેથી આશીર્વાદ આપવા સિવાય એનામાં બીજું સામર્થ્ય નહોતું. આવી વેળાએ માનવીને પોતાનાની પીડ ઉપજે એ સ્વાભાવિક હતું. એવી પીડથી જ વ્યાકુળ બની એણે આ પગલું લીધું હતું. જગત મેતાર્યને વખાણે, ભેટે, ચમે એ પહેલાં ચુમવા ને ભેટવા એણે મેતાર્યને બોલાવ્યો હતે. પણ બેલાવ્યા પહેલાંની ક્ષણે ખૂબ જ કઠિન ને દુઃખદાયક હતી. એમાં ને એમાં એનું શરીર ઘસાતું ચાલ્યું હતું. | દાંપત્યને પ્રારંભિક વિકાસ મોટે ભાગે વાસના પર હોય છે, છતાં સદા ય માનવીને ગાલ ગુલાબ લાગતા નથી, ને ઓષ્ઠ પરવાળા ભાસતા નથી. વાસના એક દહાડે થાકે છે, ને ત્યારે દાંપત્યને સદા તાજુ રાખવા સંતાનની જરૂર ઊભી થાય છે. એ વેળા સંતાનના ગાલની લાલી અને અધરેનાં પરવાળાં પતિ-પત્નીની ચર્ચાનાં ને મેહનાં વિષય બને છે. વિરુપાના મદભર દેહસૌંદર્યો માતંગને આજ સુધી કશે જ વિચાર કરવા દીધું નહતો. થોડું ભણેલો, છતાં વધુ ગણેલ માતંગ વિરૂપાની માં પર વિખરાયેલી બે એક લટ ઉપર તે પ્રેમગીત ગાવા લાગી જતો, અને એનું જ કારણ હતું કે વિરૂપા માતંગ ઉપર આધિપત્ય રાખતી.