________________ મોહપાશ 203 તાકાત મગધના વીરોમાં ય નથી. વધુ નથી કહેતે. તારી ઈચ્છા મુજબ થશે.” “કલ્યાણ થજે તારું ! બસ, હવે જલદી પાછા ફર!” આકાશના તારાઓ સામે મીટ માંડતાં વિરૂપાએ ઉચ્ચાર્યું, જાણે એ આકાશના વિસ્તૃતપટ પર જીવનકથાનો વધુ ભાગ અંકિત કરી રહી હતી. ધીરી ગતિએ મેતાર્ય અશ્વ પાસે આવ્યો ને મંદ ગતિએ તેના પર આરૂઢ થયો. એના મસ્તિષ્ક પર જ્ઞાતપુત્રના વૈરાગ્યની, મંત્રી રાજ અભયના ગાદીત્યાગની અને વિરૂપાના આ સર્વસ્વત્યાગની વાત હથોડા મારી રહી હતી. જગત કેટલું મહાન ત્યારે પોતે કેટલો સુદ ! બધાં ય એક ઉચ્ચ આદર્શની પાછળ ઘેલાં બન્યાં હતાં, ત્યારે એને સંસારસુખનાં, સૌંદર્યપિપાસાનાં, સમૃદ્ધિ-વૈભવભાગનાં સ્વપ્નમાં આવી રહ્યાં હતાં. પણ ભલા, આવી કવેળાએ એને સંતાપ કરાવવાનું વિરૂપાને શું કારણ મળ્યું ? એક માતા થઈને પુત્રના સુખમાં શા માટે નાનો એવો સંતાપનો કીડો સળવળતો કર્યો. વિરૂપા પાસે એને કંઈઉત્તર નહોતે, પણ ઉત્સવધેલું માનવમન, એને ઉત્તર દઈ રહ્યું હતું. કુમાર મેતાર્યના લગ્નોત્સવની છેલ્લા કેટલાએક દિવસોથી ઝડપભેર તૈયારીઓ થઈ રહી હતી. મગધરાજ વગેરે, જ્ઞાતપુત્ર સર્વ પદને પ્રાપ્ત થયા હોવાથી દર્શને મહસેનવન તરફ ગયેલા હોવાથી તેમના જ આગમનની રાહ હતી. ઉત્સવની તૈયારીઓ દિવસે દિવસે સંપૂર્ણ થઈ રહી હતી. એ ઉત્સવમાં માતા તરીકે શેઠાણું અગ્રભાગ લેશે, ધનદત્ત શેઠનો સુંદર પુત્ર અધેિ ચડશે, વિશાળ મસ્તકવાળા, આજાનબાહુ મેતાર્યને જોઈ સહુ પ્રશંસાનાં પુષ્પો પાથરશે. નગરનાં નારીવૃંદ