________________ 140 મહષિ મેતારજ wwww કરતાં ય શરમ આવે. આ સંસાર તે જાણે એને જોતાં વિસરી જવાય.” “રાજસન્માન પણ સ્વીકારતા નથી ?" મેતાર્યો વચ્ચે કહ્યું: “કંઈ પૂછો જ મા! આવા પકવાન્નોનો ને રાજમહેલની અધિછાત્રીઓની મહેમાનીને પણ તિરસ્કાર! બોલાવો તો યે બોલતો નથી. કેવો અડબૂથ !" દાસીએ ચર્ચામાં છૂટ લીધી. દાસી ! ચૂપ મર ! સંસારીઓને માપવાના ગજથી એ યોગીને માપવા ન બેસાય ! નથી લાગતું કે એને પગલે પગલે પ્રભુતા જન્મે છે! એની નજરે નજરે કરુણું પેદા થાય છે ! એની મૂક દષ્ટિમાં પણ કઈ મહાન જાદુગરને ભુલાવે તેવી હિકમત તે નથી ભાળી ? " રાણી ભક્તના હૃદયને શોભાવે તેવા શબ્દો બોલી રહી હતી. “કાલે તે મારે જ્ઞાતપુત્રને આરોગાવીને જ આગવું છે. હું તે એને જેમ સંભારું છું એમ હદય પાણી પાણી થતું જાય છે.” રાજરાણી મૃગાવતીએ વાતવાતમાં હઠ લઈ લીધી. રાજા શતાનિકે કહ્યું: ચતુર વ્યવહારિક, એકાદ રાત્રિ કૌશાંબીને વધુ આપે. કાલે જ્ઞાતપુત્રનાં દર્શનનો લહાવો લેતા જાઓ !" “અવશ્ય. એવાં દર્શનેથી તે મારે પ્રવાસ સફળ થશે.” કુમાર મેતાર્ય એ રાત્રિ ત્યાં જ રોકાયા. કૌશાંબીના ધણીએ એના સ્વાગતમાં મણા ન રાખીઃ મનમાં વિચાર્યું કે ભલે રાજગૃહીનો આ વ્યવહારિક પણ એક વાર મારું સન્માન, મારે વૈભવ જોઈને વાહવાહ કરતો જાય. મેતાર્યો જ્ઞાતપુત્રના માટે ઘણું સાંભળ્યું હતું. પિતાજી પાર્શ્વનાથના ધર્મના ઉપાસક હતા, અને જ્ઞાતપુત્રને ઘણું સાધુઓ એ રીતને ઉપદેશ કરતા હતા. આજે આવી તક શા માટે જવા દેવી !