________________ 144 મહર્ષિ મેતારજ રાજમાર્ગ ઠઠથી ભરાઈ ગયા હતા. રાજા, રાજમાતા, અને રાજરાણી દોડી આવ્યાં હતાં. નગરજને ગામ ગજવી રહ્યા હતા. “દીધુતપસ્વી નિગ્રંથ જ્ઞાતપુત્રને જ્ય !" સ્તબ્ધ બની ઊભેલા કુમાર મેતાર્ય, રાજા શતાનિક અને રાણી મૃગાવતીના મુખમાંથી સ્વયં બેલાઈ ગયું “મહાતપસ્વી પ્રભુ મહાવીર જય હે !" આ શબ્દો પણ જાણે વાતાવરણની મૌનશાન્તિને અણછાજતા લાગ્યા. માનવી સ્તબ્ધ બનીને જોયા કરે એ આ પ્રસંગ હતે. મૌનની વાચા ગૂંજતી હતી. અને ત્યાગનું અશ્રાવ્ય સંગીત સહુના મનને ડોલાયમાન કરી રહ્યું હતું. મનોમન વિચારમંથન જાગ્યું હતું અરે, આટઆટલામાં રાજકુળે ને શ્રેણિકુળાને તરછોડી, મહારાજા શતાનિક ને મહારાણી મૃગાવતીની વિનંતીને ઠોકર મારી, એક હીન, દીન, તરછોડાયેલી પેલી દાસીના હાથના બાકુળા સ્વીકારવામાં શું મહત્ત્વ ! અરે, એ દાસીને તો નીરખો. માથું મૂંડાવેલું પગે બેડીઓ પડેલી, સુધા તૃષાએ મોં પર કેવી ગ્લાનિ ફેલાયેલી છે ! બિચારીને કેટકેટલે દિવસે આટલા બાકળા ખાવા મળ્યા હશે ! એ બાકળામાંથી ભાગ પડાવીને શું સાધ્યું ! કયો ધર્મ ને કયી સાધુતા દર્શાવી ! અરે, એની આંખમાંથી તે હજી આંસુ પણ સૂકાયાં નથી ! જ્ઞાતપુત્ર પાછા ફરતા હતા. પેલી દાસી જેનું નામ ચંદના હતું, એ હવે રડતી નહેતી, હસી રહી હતી. એ જ્ઞાતપુત્રે એ હાસ્ય સામે એક આખું સ્મિત કર્યું. એ સ્મિતમાં તપસ્વીની દંતપંક્તિઓ ચમકી રહી, જાણે હજાર હજાર હીરાઓનું તેજ નિર્માલ્ય બન્યું ! આટઆટલાં મણિમુક્તા, આટઆટલા ભેટે પહાર નિરર્થક બન્યા ! અને કરપાત્રમાં