________________ 180 મહર્ષિ મેતારજ સભા સ્તબ્ધ હતી. આ મહાન પંડિતના તેજમાં સહુ ઝંખવાઈ ગયા દેખાતા હતા. પણ પેલા જાદુગર પર કંઈ અસર નહોતી. એના મુખ પર તો એ જ શાન્તિ, એ જ સ્વસ્થતા ને એ જ કાન્તિ વિદ્યમાન હતી. અગ્નિભૂતિ ગૌતમે એકવાર પિતાનું બ્રહ્મતેજથી દમકતું વિશાળ મસ્તક ચારે તરફ ફેરવ્યું ને પછી પ્રચંડ ઘોષણા કરીઃ હે માયાવી જ્ઞાતપુત્ર ! તારી માયાજાળ ભેદીને મારા બંધુને લઈ જવા અને તેને પરાસ્ત કરવા માન્યવર ઈદ્રભૂતિ ગૌતમને આ લઘુબંધુ અગ્નિભૂતિ ગૌતમ ઉપસ્થિત થયેલ છે. વધુ માયાજાળ પ્રસાર્યા વિના મારી સાથે વાદવિવાદ માટે તત્પર થા ! તારે પૂર્વપક્ષ વિસ્તારથી રજૂ કર !'' આવેશમાં ને આવેશમાં વિદ્વશ્રેષ્ઠ અગ્નિભૂતિ ભાષાની શિષ્ઠતા પણ વિસરી ગયો. પણ એવી શિષ્ઠતા–અશિષ્ઠતાને જાણે અહીં સ્થાન જ નહોતું. તત્પર જ છું, અગ્નિભૂતિ ગૌતમ ! તમારા પ્રકાંડ પાંડિત્યથી હું પૂર્ણતયા પરિચિત છું, તમારી સાથે વાદવિવાદને શુભ પ્રસંગ ક્યાંથી ?" અગ્નિભૂતિને આ શબ્દોએ ઉત્તેજિત કર્યો. એને લાગ્યું કે ભોળા ભાઈને ભરમાવનાર આ માયાવી મારી સામે વધુ વખત ટકી શકે તેમ નથી. એ આગળ કંઈ બેલવા જતા હતા, પણ જ્ઞાતપુત્રને બોલતા સાંભળી શાન્ત રહ્યો. હે ગૌતમ ! આપણે વાદવિવાદ કરીએ એ પહેલાં કર્મ વિષેની તમારી શંકા તે દૂર કરી લો ! તમારા પાંડિત્યને પીડતી આ શંકા લાલજ્જાને કારણે વર્ષોથી તમારા હૃદયમાં લોઢાની મેખની જેમ તમને સતાવી રહી છે. એ વિષે હું કંઈક કહું, પછી આપણે વાદવિવાદને પ્રારંભ કરીએ.”