________________ મેહપાશ 199 વિસ્તારથી કહે જે.” " વિસ્તારથી સાંભળીશ? ભલે બેટા, સાંભળ!” વિરૂપા ધીરે ધીરે અસ્પષ્ટ રીતે વાત કહેવા લાગી. વિરૂપા! મને મોતના મુખમાંથી પાછી લાવનાર મારી જનેતાસમી વિરૂપા ! આ વ્યગ્રતા કેવી ! તમારી વાણી નથી સમજાતી ! જરા વિસ્તારથી સમજાવો !" “સમજાવું છું બેટા ! જ્યારે બધી લાજ શરમ છોડીને તારી સામે ઊભી છું, પછી શા માટે અંતરના અવરોધને આડે લાવીશ ! બેટા, વાત ટૂંકી છે. ધાર્યું હતું કે આજે થશે ને કાલે ભૂલાઈ જશે. પણ એ ન બન્યું. તું જાણે છે કે શેઠાણું અને હું બંને સહિયર છીએ. અમારાં સખીપણને ઊંચ—નીચની દિવાલો ભેદી શકી નહોતી. શેઠાણીને સંતાનની અછત હતી. એમના દેહની ગરમી બાળકને જન્મવા ન દેતી. કોઈ જન્મતું તો જીવતું નહિ ! ધનકુબેર શેઠને વારસની જરૂર હતી, અને એ જરૂરિયાત માટે તેઓ બીજી પત્ની કરવા માટે પણ તૈયાર હતા. અને એમ થાય તો શેઠાણીને માથે શોક્યનું સાલ ઊભું થાય. કુદરતને જ એ સંકેત માનું છું, કે અમને બંનેને સાથે મહિના હતા. આ માટે મેં વગર ક–સોગન આપીને સેદો કર્યો. મારે પુત્ર જન્મ તો એમને આપવો. એમને જે જન્મે એની માતા મારે બનવું !" વિરૂપા જાણે વાત કરતાં ય થાકી ગઈ હતી. વર્ષો પછી એનાં અંતરનાં કમાડ આજે ઊઘડતાં હતાં. બેટા, એક સુંદર રીતે વેદનાની વાણી પોકારતાં તને જગતનાં પ્રથમ દર્શન કરાવ્યાં. અમારા સંકેત મુજબ વિશ્વાસુ દાસી નંદા તૈયાર હતી. સંતાનની કુશળતાથી આપલે થઈ ગઈ. શેઠાણીને પુત્રી અવતરેલી, પણ ગરમીથી એ ખદખદી રહી હતી. થોડે દહાડે એ