________________ જ્ઞાતપુત્રને ચરણે 181 આ શબ્દો નહોતા, પણ અગ્નિભૂતિના પાંડિત્ય ઉપર ન કળી શકાય તેવો જબરદસ્ત પ્રહાર હતો. છતાં ય અગ્નિભૂતિ ન ડગ્યો. એ સ્વસ્થ ચિત્તે ને ઉન્નત મસ્તકે પોતાના આસન પર દૃઢ રહીને બોલ્યાઃ પણ એની ભાષામાં સ્વયં પરિવર્તન થઈ ગયું હતું. સ્વાભાવિક તે છડી ભાષા લુપ્ત થઈ માનભર્યા વાક્યો નીકળ્યાં. “વારુ, જ્ઞાતપુત્ર! તમારું વક્તવ્ય પૂરું કરે!” મારું વક્તવ્ય કર્મ વિષે છે. ગૌતમકુળ-ભૂષણ! એ વાતને નિર્ણય રાખજે કે કર્મ છે ! એ રૂપી છે, મૂર્તિમાન છે અને અરૂપી અમૂર્ત એવા આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલ છે. એ કર્મફળની પ્રત્યક્ષ સાબીતી આપણે બધા છીએ. શા માટે એક પૂજાય છે, જ્યારે બીજે પૂજા કરે છે. એક સેવાય છે, ત્યારે બીજે સેવા કરે છે. એક જ જાતને આત્મા ને એક જ જાતને માનવદેહ પછી બે વચ્ચે આટલી વિચિત્રતા કેમ? શું કારણ? અને એનું કંઈ પણ કારણ હોય તો તે " જ છે.” અગ્નિભૂતિ જેમ જેમ આ શબ્દો સાંભળતો ગયો તેમ તેમ એને ગર્વ ગળતે ગયો. આવી સાદી યુક્તિ-પ્રયુક્તિઓ એણે ઘણી સાંભળી હતી, પણ એ શબ્દોએ એના પર કંઈ અસર કરી નહતી. પણ આ શબ્દોમાં, આ સાદી ભાષામાં કંઈ અપૂર્વતા હતી ! ઝંઝાવાતમાં ડગમગ થતા મનરૂપી તને જાણે વિશ્વાસના વાયુ સ્પર્શતા હતા. એનું અસ્વાભાવિક દઢતાથી દબાવી રાખેલ મન બળવો પોકારી ઉઠયું. જ્ઞાતપુત્રની વાણી વધતી ગઈ, તેને ન જાણે શું થતું ગયું? પણ અગ્નિભૂતિ વિશેષ ને વિશેષ અસ્વસ્થ થતો ચાલ્યો. શબ્દો તે થોડા જ હતા, પણ કઈ અચિંત્ય પ્રભાવ એના મદરાશીને વેગથી ગાળી રહ્યો હતો. “પરમગુરુ, તમારા ચરણે છું!” એકાએક અગ્નિભૂતિ મસ્તકને