________________ પુણ્યપ્રવાસ 141 બીજે દિવસ ઊગ્યો. એ દિવસ કૌશામ્બી માટે અત્યંત ઉત્સાહનો હતે. સૂર્ય જરા ઊંચે ચડયો કે બધાં યોગીની રાહમાં તૈયાર થઈ ઊભાં. રાજદરવાજે ચોકીદારે બારનાં ઘડિયાળમાં ક્યાં, અને સૌની ઉત્સુકતા વધતી ચાલી. અંતઃપુરની રમણીઓ અને રાજવધૂઓ આજ તે પહેલાં સ્નાનથી પરવારી ચૂકી હતી. લાંબા લાંબા કેશને ગૂંથી લીધા હતા. સેંથાઓમાં ઉતાવળે સિંદૂર પૂરી લીધાં હતાં. મોતીની સેરે ઉતાવળમાં આડીઅવળી લટકાવી દીધી હતી, તે ય સૌંદર્ય જાણે બોલી ઊઠતું હતું. હમણાં જ ખીલેલાં બધાં ચંપક પુષ્પો અને પારિતપુ ચૂંટાઈ ગયાં હતાં. રાજમાર્ગો રંગળીઓથી ભરાઈ ગયા હતા. ઘેર ઘેર આસોપાલવના તેરણ હવામાં ડોલી રહ્યાં હતાં. મિષ્ટાન્નના થાળામાંથી સૂર્યને તાપ સુગંધ વહાવી રહ્યો હતો. નવી આવેલી વધૂઓ ઘરમાં ઘૂળેલાં કેસૂડાનાં કુંડાઓને વિચાર કરી રહી હતી. અચાનક સોએ મોઢેથી ઝીણું સીસકારી કરી... સ્મશાનને માર્ગેથી પેલે યોગી આવતું હતું ! સ્મશાન ! કેવું મીઠું વાસસ્થાન! કેવું સુંદર વિશ્રામસ્થાન ! પાતાલને ભેદવા મથતી હોય એવી નીચી નજર સાથે ગી નજીક આવતે ગયો. કેવાં ધીરાં પગલાં ! કેવી સુંદર કાયા ! લોકોએ માર્ગમાં ફૂલ વેર્યા. યોગી જરા આઘો ખસ્યો. એણે મુખ જરા ઊંચું કર્યું. બધે એક નજર નાખી. પણ એ નજરે તે જાદુ કર્યું. હાથમાંના ફૂલના હાર અને મિષ્ટાન્નના થાળ થંભી ગયા ને સૌ એની સામે તાકી રહ્યા. બેપરવા. યોગી આગળ વધે. કેટલાય સામે થાળ ને માળ ધરી ઊભા.