________________ પુણ્યપ્રવાસ 135 લગભગ નિવૃત્તિ લીધેલી હોવાથી કેઈનું કંઈ ચાલ્યું નહિ. થડે કાળ જતાં આ પદ્ધતિના કારણે ધનદત્ત શ્રેષ્ટિની પેઢીઓની ખ્યાતિ ઠેરઠેર પ્રસરી અને વ્યાપાર ખૂબ મોટા પ્રમાણમાં ચાલવા લાગ્યો. લક્ષ્મીની રેલ સ્વયં એના ત્યાં વહેવા લાગી. આવા યાવન વયને પ્રાપ્ત થયેલ, ગૃહસ્થાશ્રમ ધમને નિભાવવવાને સશક્ત એવા પુત્રના લગ્નની ઉત્કટ અભિલાષા માતા-પિતાને હોય જ. ધનદત્ત શ્રેષ્ટિ પાસે કહેણ ઉપર કહેણ આવતાં હતાં. કોઈ મિથિલા નગરીના નગરશ્રેષ્ટિનું આવતું તે કઈ કપિલ્ય નગરીના ધનકુબેરનું આવતું. પિતાની ઈચ્છા સ્વર્ગની અપ્સરાઓને વિસરાવે તેવી કન્યાઓ પુત્ર માટે આણવાની હતી. અને તે માટે તેમણે મેતાર્યને જ પ્રવાસે મોકલવાનો નિર્ણય કર્યો. વિવેકપરાયણ પુત્ર પિતે જ કન્યાઓને નીરખે, એના ગુણ, ધર્મ ને કુળશીલની તપાસ કરે અને પછી જ લગ્નોત્સવ શરૂ થાય. ધનદત્ત શેઠે પત્ની સાથે પણ આ વાતની ચર્ચા કરી જોઈ, મહામાત્ય અભયની પણ સલાહ લઈ લીધી. અને એક સારા દિવસે ને શુભ મુહૂર્તે મેતાર્યને પ્રસ્થાન કરાવ્યું. સાથે જલમાર્ગ ને સ્થળમાર્ગોના જાણકાર ભોમિયા આપ્યા. મહામાત્ય અભયે નાનું એવું સિન્ય આપ્યું; ને દેશપરદેશની પિતાની પેઢીઓના નિરીક્ષણના બહાને કુમાર મેતાર્ય પ્રવાસે નીકળે. એ વિદાયને દિવસ અપૂર્વ હતો. કુમાર મેતાર્ય પ્રવાસ કરતા કરતા દેશદેશ ભ્રમણ કરવા લાગ્યો. એ જે નગરને પાદર પિતાનો પડાવ નાખતે ત્યાં નાનું એવું નગર વસી જતું. વ્યાપાર-વણજની ધમાલ મચી રહેતી; અને માલની આપલેમાં આખો દિવસ પૂરો થઈ જતો. રાત્રે મુલાકાતે ચાલતી. અનેક શ્રેષ્ટિઓ આવા સુંદર, વ્યવહારચતુર લોકમાન્ય ને રાજમાન્ય યુવાનને પોતાની એકાદ પુત્રી આપી સંબંધ વધુ ગાઢ કરવા ઈચ્છતા હતા. તેઓ હિંમતથી કુમારની સામે પોતાની વિનંતી રજૂ કરતા;