________________ 134 મહર્ષિ મેતારજ ડેલી ઝંખના આ રીતે શમી જતાં વિરૂપા હવે વ્યગ્ર નહોતી રહેતી. ત્યાગને એક અનેરો આનંદ એના દિલને પ્રફુલ્લિત રાખતો હતે. મેતાર્ય યોગ્ય વયને થતો જતો હતો. યોગ્ય વયે માતાપિતાને સૂઝે એવા બે પ્રશ્ન ઊભા થયા હતા. એક મેતાર્યના લગ્નનો અને બીજે વેપારવણજ તેને હાથ સોંપવાન. ધનદત્ત શ્રેષ્ઠિનો વ્યાપાર દૂરદૂરના દેશો સાથે સંકળાયેલો હતો. જલપત્તન અને રસ્થલપત્તનને માર્ગે અનેક વેપારે ચાલતા હતા, આર્ય અને અનાર્ય દેશને પ્રતિબંધ નહોતે. અનેક ભાષાભાષી વ્યવહારીઆ આ કાર્ય નિભાવતા. ચંપા–અંગ, તામ્રલિપ્તિ-બંગ, કંચનપુર–કલિંગ, વારાણસીકાશી, સાકેત-કેશલ, ઠારવતી-સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં તેમની પેઢીઓ ચાલતીઃ અને શક, યવન, બર્બર, સિંહલ, પારસ, ગંધાર, કંકણ ને દૂણ દેશો સાથે પણ મોટા મેટા સાર્થવાહ દ્વારા માલની આપ લે થતી. જીવનના એકમાત્ર આનંદ સમા ધનદત્ત શ્રેષ્ટિએ મેતાર્યને ધીરે ધીરે આ કામમાં નિયુક્ત કરવા માંડયો. અઢાર ભાષાઓને જ્ઞાતા અને અનેક પ્રકારની કળાઓના જાણકાર મેતાર્યને આ કામમાં નિપુણ બનતાં વિલંબ ન લાગ્યો. શસ્ત્રાસ્ત્રનો, પ્રાણુઓને, મધ, માંસ ને વિષનો વેપાર કરવાને કુલધર્મથી નિષેધ હતઃ પણ જેનાથી પ્રજાજીવન પર અસર પડે તે દૂધને, ઘતને, તેલને, હાથીદાંતને, ફળમૂળ ને ઔષધિના વેપારને મેતાર્યો નિષેધ કર્યો. ખોટાં ખાતાં, દાણચોરી અને સાટાં–તેખડાંની પણ તેણે બંધી કરી. દરેક પેઢીઓ પ્રમાણિક્તાથી ચાલે, સત્ય ને ન્યાયને માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરે, એક વસ્તુની કિંમત કરતાં એની અછતને લીધે ચાર ગણું ભાવ ન વધારે; એ તરફ એણે પૂરતું લક્ષ આપવા માંડયું. પ્રારંભમાં કુમાર મેતાય સામે હાથ નીચેના વ્યવહારીઆએનો કચવાટ વધ્યો, પણ ધનદત્ત શ્રેષ્ટિએ તે (1) જ્યાં જલમાર્ગ હેય ને વહાણે લાંગરી શક્તાં હોય તે ભૂમિ. (2) જ્યાં સ્થલમાન હોય તે સ્થલપત્તન.