________________ 132 મહર્ષિ મેતારજ બેસવા માટે સેચનક હસ્તિ સુવર્ણરસી અંબાડીથી સજ્જ રાખવામાં આવ્યો હતો. પ્રશંસા, ધન્યવાદ ને જયજયના પોકારો વચ્ચેથી પસાર થતા મહારાજ જેવા હાથી પર આરુઢ થવા જાય છે, ત્યાં વાવૃદ્ધ નાગ રથિક વચ્ચે આવીને ઊભા રહ્યા; અને પ્રણિપાતપૂર્વક કહેવા લાગ્યા મહારાજ, નગરમાં શરૂ થયેલ ઉત્સવ શા માટે થંભવો જોઇએ ? આપ આજ્ઞા આપે; આખા નગરમાં ફરીથી ઉત્સવનો પ્રારંભ થાય. રાત્રે દીપમાળાઓ પટાય, ઘરે ઘરે જ્યધ્વનિ પથરાય. આજ કંઈ મગધ ખોટ ખાધી નથી. મગધ તો મહાકાળના ઈતિહાસમાં અમર થઈ ગયું. મગધેશ્વર મેતવાસમાં પધારે એ અભૂતપૂર્વ પ્રસંગને પણ આજે આ રીતે વધાવી લેવો ઘટે.” મગધરાજ ગમે તેવો મટે હોય પણ પ્રજાને બનાવેલ છે ને. પ્રજાની ઈચ્છાને આધીન થવામાં એ પોતાની મહત્તા સમજે છે. મહામાત્ય, ગ્ય આદેશ આપજે! અને ક્ષણવારમાં ઉદાસીન બનેલી નગરી ફરીથી વિધવિધ જાતના વાજિંત્રોના નાદથી ગાજી ઊઠી. ફૂલમાળા, જળછટકાવ ને મણિમાણેકના સ્વસ્તિકોથી દીપી ઊઠી. વયોવૃદ્ધ નાગ રથિક અને તેની પત્ની સુલસા પણ કર્મની ગતિ ને સંસારની મેહની પ્રકૃતિ વિચારતાં ઉત્સવમાં મગ્ન બન્યાં હતાં. એમણે પોતાના આવાસ પર બત્રીસ બત્રીસ ફૂલમાળાઓ, બત્રીસ બત્રીસ સ્વસ્તિક ને બત્રીસ બત્રીસ દીપમાળાઓ રખાવી હતી.