________________ અભૂતપૂર્વ [ 12] મગધના ઈતિહાસમાં આજનો પ્રસંગ સુવર્ણાક્ષરે રચાતે હતે. રાજગૃહીના મહામહિમાવત્તા રાજવીઓના ગજરાજે જે પૃથ્વી પરથી પસાર થતા, એ પૃથ્વીની રજને પણ અસ્પૃશ્ય, મેત, ચાંડાલના પડછાયાથી દૂર રાખવાની ઉત્કટ સાવધાની આજ સુધી સેવવામાં આવી હતી; એને બદલે આજે ખુદ મગધરાજ મેતના વાસમાં જઈ રહ્યા હતા. અને મગધરાજ જ્યાં જાય ત્યાં એમની પાછળ કેણ ન જાય અને મગધરાજ જેઓના ઘેર પગલાં પાડે એને ત્યાં શી શી અદ્ધિ-સમૃદ્ધિ ન પ્રગટે! મેતેના આનંદની અવધિ આવી ગઈ હતી. એમનાં નાનાં ઘર અને નાનાં મન વિશાળ રૂપ ધરી રહ્યાં હતાં. મગધન નાથ જેઓને આંગણે આવે, એને હીન, દીન ને અસ્પૃશ્ય કેણ કહે? જનમ જનમની હીનતા આજ દેવાઈ ગઈ હતી. આમ્રવૃક્ષની મંજરીઓથી એમણે કૂબાનાં આંગણાં શણગાર્યા હતાં ને ગંગાની કંદરાઓની માખણ જેવી માટી લાવી રસ્તાઓ ભર્યા હતા. પ્રાતઃકાલથી કઈ નવરું જ નહોતું પડ્યું. ખરી ધમાલ તે વિરૂપાને ત્યાં હતી. ધનદત્ત શેઠના અનેક દાસદાસીઓ માયાવી ભૂતની શક્તિથી કામ કરી રહ્યાં હતાં. નવનવા સ્થભ, અવનવાં વિરામસ્થાનો, રાજમાર્ગને સાંકળતો નવીન વિશાળ માર્ગ અને વચ્ચે વચ્ચે સુંદર જળના કુવારાઓ યોજ્યા હતા. શેઠ