________________ રાજવાર્તા 63 vvvvv “દેવદત્તા, દ્રવ્યલાભ તે ઘણો થયો છે, પણ જે આવી રીતે દ્રવ્ય વેડફે એની પાસે શું બચે ? પણ વાસ, દેવદત્તા, હવે મારા કાર્યથી નિવૃત્ત થયો છું. આ દેશ છોડી દૂર દૂર મારા દેશમાં ચાલ્યો જઈશ. ભલા, એ વખતે બધા પૂછશે કે, રાજગૃહી કેવી ને ત્યાં કેણ રાજ કરે છે, તો હું શું કહીશ! રાજકથાઓ તે અત્યંત રસપૂર્ણ હોય છે કાં ?" અવશ્ય! એમાં ય અંતઃપુરની વાતો તો વિશેષ!” “હું એવી વાતો સાંભળવાને અધિકારી બની શકું કે ?" “અવશ્ય, વહાલા સાર્થવાહ, રાજગૃહની, રાજગૃહના રાજવીએની અને એના અંતઃપુરની બધી ઘટનાઓ મને હસ્તામલકવત પ્રત્યક્ષ છે. તમે એ સાંભળવાને અધિકારી છે. સાંભળીને સુખ પામશે. હું તમને ગુપ્ત ને પ્રગટ બધી ઘટનાઓ કહીશ. તમારા દેશને વિષે તેમાંથી ચોગ્ય ભાગ કહી સંભળાવજો " દેવદત્તા, હું ખરેખર તારો સહવાસ પામીને ધન્ય થયો છું. મારો દેશ પણ મને તારા વિના સૂને લાગશે. સુંદર મગધ ખરેખર દેવદત્તાથી જ સુંદર છે.” સાર્થવાહ, હવે શાંતિથી સાંભળો ! આ અલબેલી નગરીના વસાવનાર રાજા બિંબિસારના પિતાનું નામ પ્રસેનજિત, પ્રસેનજિત એ કાશીના રાજા શિશુનાગની પાંચમી પેઢીનું સંતાન. શિશુનાગને વંશ ખૂબ જ બળવાન. સહુએ પોતપોતાનાં નગર વસાવ્યાં ને આબાદ કર્યા. પ્રસેનજિતે ગિરિધ્વજ વસાવેલું. ગિરિધ્વજની તેજસ્વી કળા આજે આથમતી છે, રાજગૃહી પાટનગર બનતાં એના સામું કઈ જોતું નથી. પણ એ કાળે એ અલબેલી નગરી હતી, અને એવો અલબેલો પ્રસેનજિત રાજા હતે. 1 હાથમાં રહેલા આમળાના ફળ જેટલી સ્પષ્ટ