________________ જગતનું ઘેલું પ્રાણી 113 “અવશ્ય! મેતાયની તું સાચી માતા! વિરૂપા, હવે જરા નિદ્રા લે. આખી રાત જાગી છે. છેલ્લો પ્રહર ચાલે છે. હમણાં શેઠાણીબા પણ આવશે.” - વિરૂપા છોભીલી પડી ગઈ હતી. એણે કંઈ જવાબ ન આપ્યો. એ એક ખૂણામાં સોડિયું વાળીને આરામ લેવા પડી. મેતાયે થેડી થોડી વારે અશક્તિની મૂછમાં પડી જતો હતો. એની સમજવાની શક્તિ અત્યારે બહેર મારી ગઈ હતી. થોડીવારે ફરીથી એણે પડખું ફેરવ્યું, અને ધીમા સીસકારા સાથે કહ્યું “મા ! ક્યાં છે?” “આ રહી બેટા. પાસે જ ઊભી છું ને ! આખી રાત ઊંધ તો બરાબર આવીને?” શેઠાણીએ પીઠ પર હાથ પસારતાં કહ્યું : અર્ધમીંચેલી આંખે મેતાર્યો માતાની અલકલટ લેવા પ્રયત્ન કર્યો, પણ આ શું? વિખરાયેલ કેશવાળી, ચંદ્રના પ્રકાશમાં ચંદ્ર જેવા સૌમ્ય મુખવાળી સ્ત્રીના બદલે–તાજા સ્નાન–શંગાર કરેલ; ઊગતા સૂર્યના કેસરવર્ણ ગોળા જેવા મુખવાળી સ્ત્રી ! મેતાર્યની થાકેલી સ્મરણશક્તિએ વિચાર કર્યો રાતે આવેલી કયી મા, જેની અલકલટ સાથે મેં મારાં પિોપચાં ઘસ્યાં હતાં; ને આ મમતાભર્યા મુખવાળી માતા કી ? શું દિવસ અને રાત તો માતા બનીને નથી આવ્યાં? અથવા માતા જ એવાં જુજવાં બે રૂપ તો નથી ધરતી ને ! મેતાને તન સાથે મન પણ અશક્ત હતું. એ ફરીથી તંદ્રામાં પડ્યો. થોડીવારે પુનઃ ઉચ્ચાર કર્યો