________________ 114 મહર્ષિ મેતારજ “મા!” “આ રહી, બેટા !" શેઠાણીએ મેતાર્યના લલાટે ધીરેથી હાથ ફેરવ્યો! ઉષાની મૃદુ આભા બારીવાટે ઘરમાં પ્રસરી રહી હતી. એક ખૂણે ઊંઘવાના બહાને સોડિયું વાળીને પડેલી વિરૂપા શું ખરેખર ઊંઘતી હતી! નારે ના ! એ ઘેલી રડી રહી હતી. પણ રડનારાઓને રડતાં રાખીઃ હસનારાંઓ સાથે હસતે હસતે સૂર્યને ગેળો ક્ષિતિજમાંથી પિતાનાં પ્રખર કિરણનું પૃથ્વીની વિશાળ પીઠ પર શરસંધાન કરતા હતા.