________________ 102 મહષિ મેતારજ ધીરે ધીરે મેતના વાસમાં ગામલોક ભેગું થવા લાગ્યું. હાંફળા હાંફળા ધનદત્ત શ્રેષ્ઠિ ધસી આવ્યા. હજારો દેવમંત્ર સ્મરતાં શેઠાણું પણ આવ્યાં. સહુના પ્રાણને દવે જાણે ઝંખવાયો હતો. આખા નગરની કીતિ જાળવનાર આ બે વીરોની સુખશાતા પૂછવા માટે મેતના આવાસમાં શું બ્રાહ્મણ, શું ક્ષત્રિય કે શું વૈશ્યઃ બધા ય આવી ઊભરાયા હતા. નાતજાતના ભેદ આજે ભૂલાઈ ગયા હતા. રાજગૃહીના મહાન વૈદ્ય ડીવારમાં ત્યાં આવી પહોંચ્યા. બંનેને તપાસ્યા. મેતાર્યની સ્થિતિ ગંભીર જણાવી અને થોડા દિવસ માટે અહીંથી જરા ય ન ફેરવવા સૂચના કરી. ચિંતાનું એક મોટું વાદળ રાજગૃહી પર પથરાઈ રહ્યું.