________________ જગતનું ઘેલું પ્રાણ 109 આકાશમાં ઊંચે ચડતે ચાલ્યો એમ એને વધુ ને વધુ પ્રકાશ ઘરના ગર્ભભાગને અજવાળવા લાગ્યો અને એ પ્રકાશમાં મેતાર્ય અત્યંત ને અત્યંત રમણીય ભાસવા લાગ્યું. મેતાર્યા ગર્ભમાં હતા ત્યારે વિરૂપાને ઘણીવાર સ્વપ્ન આવતાં એમાં દેખાતું કે જાણે પિતે પુત્રના બદલે કમળફૂલને જન્મ આપ્યો. એ કમળફૂલનો અર્થ આજે સમજાયો. ચાંદનીના પ્રકાશમાં મેતાર્યનું મુખ કમળફૂલની સુકુમારતા ધરી બેઠું હતું. અચાનક દૂરની ખીણમાંથી બાજના પંજામાંથી છટકવા માગતું એક ચામાચીડિયું ઘરમાં આવી ભરાયું. થોડીવાર ચિંન્ચિ કરી એ એક ખૂણે ચંપાઈ બેઠું. વિરૂપાની નજર મેતાર્ય પરથી સરીને માતંગ પર વળી. પૌરુપૈયના અવતાર સમે, વનનો કાઈ વાઘ પિતાની બેડમાં પડ્યો હોય એ રીતે એ નિરાંતથી પથારીમાં પડ્યો હતે. એની પડછંદ કાયા અનેક પ્રકારના ઘાથી ક્ષતવિક્ષત હતી તે ય અત્યંત ભવ્ય લાગતી હતી. એક માતંગને નિહાળી વિરૂપાને પિતાને આ સંસાર સનાથ-ભર્યો ભર્યો લાગતો. માતંગ ઘેર હોય ત્યારે હજાર કુટુમ્બીજનોથી એને પિતાનું ઘર ઉભરાતું જણાતું. એકલા માતંગની હુંફથી એને જગત હર્યું ભર્યું લાગતું. પિતાને ચિર જીવનસાથી માતંગ ! સંસારની દીનતાને, હીનતાને, જીવનના તડકાછાંયાને સાથે વેઠી જીવનસાફલ્ય કરનાર! એ જ માતંગ સાથેના પિતાના સુખી જીવનનું પ્રતીક-પરસ્પરની અદ્વિતીયતાનો સરવાળે મેતાર્ય! માતંગની જુવાનીની છટા, પિતાની યૌવનવયની સુરખીઃ આશા, ઉલ્લાસ ને બળ બધાની મૂર્તિમંત યાદદાસ્ત જાણે મેતાર્ય ! જીવનમાં વહાલું કોણ? માતંગ કે મેતાર્ય ? બેમાંથી અધિકું કેશુ? વધુ પ્રિયપાત્ર કયું?