________________ દર મહર્ષિ મેતારજ ~ ~~~~~~~~~ ~~~~ વેશ્યા ન હતી, મગધની જાણીતી ગણિકા હતી. અને એ કાળના જીવનમાં ગણિકાનું રાજકીય, સામાજિક ને ધાર્મિક મહત્ત્વ મોટું હતું. ગણિકા સમાજજીવનની શિક્ષિકા હતી અને એની શાળામાં અનેક કન્યાઓ ને રાજકુમારિકાઓ નવજીવનના પાઠ લેવા, નૃત્ય, ને સંગીત શિખવા આવતી. રાજાઓના અંતઃપુરમાં એનો પ્રવેશ નિષિદ્ધ નહતો. દેશ, ગામ ને કુળમાં ઘટતા ઘટનાપ્રવાહે એનાથી સદા ગમ્ય રહેતા. આવી પંડિતા દેવદત્તા પણ સાર્થવાહના નયનના ઈશારે નૃત્ય કરવા લાગતી. એને સહેજ પણ સ્પર્શ એને સ્વર્ગ ભુવનનાં સુખની યાદ આપતો. આવું, સ્ફટિક શું પારદર્શી પૌરુષ એણે જોયું નહોતું. એના યૌવન પર નિષ્કલંક કૌમાર્યની આભા હતી. એની આંખોમાં સ્ત્રીને વશ કરે એવું તેજ હતું, પણ સ્ત્રીથી ઝંખવાય એવી પ્રભા નહતી. અનેક ઉજળી દૂધ જેવી રાતેમાંની એક રાતે, એ જલકુંડના જ કઠે, ચક્રવાક ને ચક્રવાકીના યુગલ જેવાં આ બન્ને બેઠાં હતાં. ચાંદીનાં અને સુવર્ણનાં પાત્ર વિધવિધ જાતનાં અશન, પાન, ખાદિમ ને સ્વાદિમથી ભરેલાં હતાં. સાર્થવાહને મધુમેરેય (દારૂ) ની અત્યંત ઘણા હતી, અને એ વાતની દેવદત્તાને જાણ થયા પછી એણે કેવલ રાજઅતિથિ સિવાય મધુમેરેય પિરસવાની બંધી કરી હતી. અને પાલંગામાધુરના સુંદર વારકે તૈયાર કરાવવામાં આવ્યા હતા. ચાંદીના પાત્રમાં તૈયાર કરેલ પાલંગામાધુર આપતા આપતાં દેવદત્તા બેલીઃ ભલા સાર્થવાહ, તમારો વ્યાપાર પરિપૂર્ણ થયો કે નહિ ? કેટલું દ્રવ્ય લાભમાં મેળવ્યું ?" 1 શલ્લક ઝાડના ગુંદરમાંથી બનાવેલું પીણું. 2 ગાડવા