________________ રાજવાર્તા છે “દેવદત્તા! બસ થોભી જા! માનવીના ધર્મની બાબતમાં ચર્ચા કરવી, એને ન્યાય તેળવો અત્યંત દુષ્કર છે. તે રાજવાર્તાને કઈ સુંદર પ્રસંગ બાકી હોય તે સંભળાય !" સાર્થવાહ, તારી સુંદરતા ને અસુંદરતાની વ્યાખ્યા અજબ છે–સમજી શકવી મુશ્કેલ છે. પણ તારા મનને રાજી કરવા જ મેં આટલી રાત અને આટલી વાણી ખચી છે. અસ્તુ, હા...એક તાજે જ સુંદર પ્રસંગ છે. એ ગુપ્ત છે. મગધનાં ઓછાં માનવીઓએ જાણે છે. એ જાણનારનું મસ્તક પણ સલામત રહે કે નહિ તે પણ પ્રશ્ન છે.” એવી એકાદ વાતને ખાતર મગધની મહા મનેહારિણું દેવદત્તાનું સુંદર મસ્તક હોડમાં મૂકવાની જરૂર નથી.” સાર્થવાહે લાગણીભર્યા શબ્દો કહ્યા. “રે પ્રિય! તારા માટે શું શું ન કરું ! તારામાં લેભાવે તેવું પુષત્વનું અવર્ણનીય આકર્ષણ છે. ગમે એવી સ્વમાનશીલ સ્ત્રી પણ તારા હાથમાં રમવા ઈચ્છે એવી નિખાલસતા તારામાં સભર ભરી છે. દેવદત્તાએ હજારને રમાડયા છે, પણ એના જીવનના ઈતિહાસમાં એક સાર્થવાહ જ એને હાથતાળી આપી ગયો છે. ચક્રવાક ને ચક્રવાકી જેવો આપણો યોગ માટે નવો જ અનુભવ છે. દેવદત્તાએ તેને ઘણું ઘણું કહ્યું છે. આટલું વધું કહેવામાં થોડું જોખમ હોય તે ભલે હેય. એ જોખમ વેઠવા તૈયાર છું.” દેવદત્તા, તારે પ્રેમ અગાધ છે.” “પ્રેમને સ્વયંભૂ બનાવવાની તારી શક્તિ અજોડ છે. સાર્થવાહ! તારા દેશમાં ય તારી પ્યારી દેવદત્તાને કદી ભૂલીશ મા! તું તારા દેશ તરફ જઈશ, હું પણ મગધના મહારાજના કામે બહારગામ ચાલી જઇશ. તું તારે દેશ પહોંચીશ ત્યારે તે મારી ગુપ્ત વાર્તાનું પરિણામ આવી જશે, એટલે એને પ્રગટ કરવામાં કિંચિત પણ દોષ નથી.