________________ 72 મહર્ષિ તારાજ માટે સાંભળ!” દેવદત્તા વહાલમાં સાર્થવાહને હવે એક્વચનથી સંબોધી રહી હતી. “વૈશાલિપતિ મહારાજ ચેટકનું નામ તો સાંભળ્યું હશે. કર્મવીર ને રણધીર આ મહારાજ આજે ધર્મવીરપદને પામ્યા છે. શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરના એ પરમ ભક્ત છે.” હં..” પ્રભુ મહાવીરનું નામ જાણે અશ્રવણને યોગ્ય હોય તેમ કાન પર હાથ મૂકતાં તેણે લાંબો નિસાસો નાખ્યો. દેવદત્તા ગુપ્ત વાર્તાના કહેવાના શ્રમમાં લીન હતી. - “મહારાજ ચેટકને સૂર્યનાં સકિરણ જેવી જુદી જુદી કાંતિ ને વર્ણરૂપવાળી સાત પુત્રીઓ છે. એકને જુઓ ને એકને વિસરે ! મહારાજ ચેટકે દેશદેશથી પંડિતે, વિદ્વાનો, વાદવેત્તાઓ અને અનગારોને તેડાવી સર્વેને વ્યવહાર અને ધર્મશાસ્ત્રમાં નિપુણ બનાવી છે. રાજકુમારને દુર્લભ એવું શિક્ષણ સર્વેને આપવામાં આવ્યું છે. સાથેવાહ, મગધનાં રાજકુટુઓમાં સંસ્કારના હિસાબે મહારાજ ચેટક સર્વોપરિ છે. અરે, આટઆટલી કેળવણી આપ્યા પછી પુત્રીઓના વિવાહાદિ કાર્યથી પોતે અલિપ્ત રહ્યા છે. કેળવણી–સુસંસ્કાર આપવા પિતાની ફરજ, નવું કુળ કે નવો સંસાર શોધી લેવો એ વિદુષી પુત્રીઓની ફરજ ! ક્યાં આજના રાજાઓ અને ક્યાં મહારાજ ચેટક! ઓજના રાજાઓ તે પુત્રીઓને રાજરાજ વચ્ચે સંબંધ વધારવાનું - સાધન માત્ર સમજે છે, અને વ્યસની, દુશીલ, કામી–ગમે તેવા રાજવીને પોતાની પુત્રી આપી દેતાં લેશ માત્ર સંકોચ ખાતા નથી. પણ આ બધે પ્રતાપ કોનો? જાણો છો ?" “ના !" . “દીર્ઘ તપસ્વી નિર્ગોઠ જ્ઞાતિપુત્રનો! એમને પ્રભાવ અપૂર્વ છે. જે રાજકુટુઓ પર એમની છાયા પડી એને ઉદ્ધાર થઈ જાય છે.”